Profil von Chintan--- વિચારયાત્રા --- FotosBlogListenMehr ![]() | Hilfe |
|
|
09 September ATTENBOROUGH'S GANDHI UNVEILED !!!સર રિચર્ડ એટનબરો નું નામ કોણે નહી સાંભળ્યુ હોય ? હા, હું એ જ નિર્માતા ની વાત કરી રહ્યો છુ કે જેણે ભારત નાં મહાત્મા ને પોતાના બનાવી લીધા. પરંતુ તમને ખબર છે કે આ ફિલ્મ બનાવવા માટે તેમણે પોતાની અંગત અને વ્યાવાસાયિક જિંદગી માં કેવા કેવા સાહસો અને મુશ્કેલીઓ નો સામનો કર્યો છે? તેઓ તેમના પોતાના મિત્ર વર્તુળ માં પાગલ ગણાવા લાગેલા તથા લગભગ દેવાળિયા થઈ ગયેલા! તો આજે આપણે જોઈશુ પાગલપણા ની હદે સાહસિક પરંતુ પોતાના સંકલ્પ અને કાર્ય માં કૃતનિશ્ચયી એવા ફિલ્મ નિર્માતા અને એમની અદભૂત ફિલ્મ ની કહાની ! 1962 ની સાલ છે, ઈંગ્લેંડ ના પોશ ગણાતા રિચમંડ માં પોતાના ક્વિન એન હાઉસ નામના આલીશાન ઘર માં એટનબરો પરિવાર શાંતિ થી રહે છે. પતિ રિચર્ડ પાસે પોતાની પર્સનાલાઈઝ્ડ નંબર પ્લેટ ધરાવતી રોલ્સ રોય ગાડી છે અને પત્ની પાસે તેની જેગુઆર છે. ખૂબ જ વૈભવ અને માનપાન થી આ પરિવાર બ્રિટન માં રહે છે. અચાનક એક દિવસ રિચર્ડ ઉપર કોઈ મોતી કોઠારી નામ નાં અજાણ્યા ગુજરાતી શખ્સ નો ફોન આવે છે. તે તેમને મળવા માટે વોલ્ડરોફ, લંડન બોલાવે છે . લંડન માં મોતીભાઈ તેમની ભવિષ્ય ની યોજના રિચર્ડ ને સમજાવતા કહે છે, કે તેઓ ગાંધીજી ના અનુયાયી છે અને 1948 માં ગાંધી જી ની હત્યા થઈ જતા તે હવે ભારત માં વધુ રહેવાનુ ન પસંદ પડતા તે ત્યાર થી બ્રિટન માં જ રહે છે અને તેમના જીવન નું ધ્યેય છે ગાંધી વિચાર નો બને એટલા લોકો માં પ્રચાર ને પ્રસાર કરવો. તેમને રિચર્ડ ને જણાવ્યુ કે ફિલ્મ એ પ્રચાર નું શ્રેષ્ઠ માધ્યમ હોવાથી મારી એવી ઈચ્છા છે કે તમે ગાંધીજી ના જીવન પર એક ફિલ્મ બનાવો. રિચર્ડ ને પહેલા તો આ વિચાર થોડો વિચિત્ર લાગ્યો, પરંતુ મોતીભાઈ ના આગ્રહ થી તેણે ગાંધીજી ની આત્મકથા વાંચવાનું સ્વીકાર્યુ. પછી તો કહેવાનુ જ શુ બાકી રહે? છે એવો કોઈ માણસ કે જે આ નાનકડી ચોપડી વાંચી ને આ મહાન માણસ ના જાદુ થી પોતાને બચાવે શકે? આમ પણ ગાંધીજી થી તો રિચર્ડ બચપણ થી જ પ્રભાવિત હતો, તેના પિતા (જેમને તેઓ ઘર માં ગવર્નર ના હુલામણા નામ થી બોલાવતા) તેઓ ગાંધીજી થી ખૂબ જ પ્રભાવિત હતા. જ્યારે 1931 માં ગાંધીજી ગોળમેજી પરિષદ માં ભાગ લેવા ગયા બ્રિટન ગયા ત્યારે 8 વર્ષ નાં રિચર્ડ પણ તેમના પિતા સાથે આ અહિંસા ના મસીહા ને જોવા- સાંભળવા માટે ગયા હતા. ગાંધીજી ની આત્મકથા વાંચતા-વાંચતા તેઓ આ વિભૂતી થી એટલી હદે અભિભૂત થયા કે તેમણે તે વખતે લગભગ અશક્ય જણાતી આ ચેલેંજ ઉપાડી લીધી. તેની પાછ્ળ ના ઘણા બધા કારણો માં થી મુખ્ય કારણ હતુ તેમના પિતાજી. ગવર્નર રિચર્ડ ને ભણાવી ને પ્રોફેસર બનાવવા માંગતા હતા, પરંતુ જ્યારે રિચર્ડે અભિનય ને કારકિર્દી બનાવ્યો તો તેમણે રિચર્ડ ને કાંઈ કહ્યુ તો નહી પણ ઊંડે ઊંડે થોડુ દુખ જરૂર અનુભવ્યુ. હવે રિચર્ડ પોતાના કામ તથા પોતાના ક્ષેત્ર દ્વારા તેમના પિતાજી ના સમ્માનીય એવા ગાંધીજી ના જીવન પર ફિલ્મ બનાવી ને આ દુખ ની લાગણી ને પૂરી મિટાવી ન શકે તો પણ થોડીઘણી નિવારવા માંગતા હતા. પરંતુ કાંઈ લાગણીઓ થી તો ફિલ્મ બને નઈ ને?? એના માટે તો પૈસા જોઈએ, તો રિચર્ડે મોતીભાઈ ને ફોન લગાવ્યો પૂછવા માટે કે “ તમારા પ્રોજેક્ટ માટે કોઈ પૈસા ની વ્યવસ્થા છે “ પણ તેઓ પાસે તો કાંઈ જ હતુ નહિ. હવે??? હવે તો એ દૂર સુદૂર ના ધૂંધળા સપના માટે પોતાનુ સર્વસ્વ લૂટાવા નો સમય આવી ગયો હતો ! પરંતુ રિચર્ડ તો કૃતનિશ્ચ્યી હતો, તેણે પોતાના થી બનતા બધા જ પ્રયત્નો કરવા માટે, તેને બીજો કોઈ રસ્તો ન દેખાતા પોતાની સૌથી મોટી ‘ખાણ’ ને કામે લગાડી ! તેમણે એક વાર બ્રિટીશ નેવી પર એક ફિલ્મ બનાવી હતી જે ભારત નાં છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન ના નૌકાદળ માં જનરલ તરીકે ગાળેલા જીવન અને એમણે લડેલા યુધ્ધો પર આધારિત હતી. તો તે ઓળખાણ ને કામે લગાડી તેમેણે તે વખતે "અર્લ માઉન્ટ બેટન ઓફ બર્મા" તરીકે ઓળખાતા જનરલ નો સંપર્ક કરી ને પોતાનો વિચાર સમજાવ્યો. જનરલે તેમને પોતાના પ્રોજેક્ટ માં સહાય કરવાનું કહેતી એક ચિઠ્ઠી તત્કાલીન ભારત નાં વડાપ્રધાન જવાહારલાલ નહેરુ પર લખી ને આપી. આ ચિઠ્ઠી, મનમાં ઘણી બધી આશાઓ તથા આંખોમાં એક સપનુ લઈ ને રિચર્ડ દિલ્હી ના એરપોર્ટ પર ઉતર્યા. વડાપ્રધાન નહેરુ ને મળ્યા તથા તેમને મળી ને તેઓ સાશ્ચર્ય આનંદ અનુભવી રહ્યા. નહેરુ એ તેમને પોતાના અંગત આલ્બમ ની ઘણી તસવીરો બતાવી જેમાં તેઓ બાપુ સાથે હતા. બાપુ (આ શબ્દ રિચર્ડે પ્રથમવાર નેહરૂજી ના મોઢે સાંભળ્યો હતો ) ની વાતો કરતાં કરતાં અતીત માં ખોવાઈ જઈને ખૂબ જ ભાવુક થયેલા વડાપ્રધાન ને જોઈ તે આશ્ચર્ય પામ્યા. નેહરૂજી એ તેમને બીજી પણ ઘણી બધી ઉપયોગી માહીતી આપી અને ઘણા કિસ્સાઓ પણ કહ્યા. તેઓ વડાપ્રધાન ની મુલાકાત થી પ્રભાવિત થયા. નેહરૂજી એ છેલ્લે રિચર્ડ ને જે વાત કહી તેનાથી રિચર્ડ વધુ પ્રભાવિત થયો. તેમણે કહ્યુ કે, " તેઓ મહાત્મા હતા પરંતુ અંતે તો માનવ જ હતા, ધ્યાન રાખજો કે તમે તેમનું દૈવિકરણ ન કરી નાખો !! ". તેમની બીજી મુલાકાત દરમ્યાન નેહરૂજી એ તેમને ગાંધીજી ના રોલ માટે કયા કલાકાર ને પસંદ કર્યો એમ પૂછ્યુ. હજી કાંઈ નક્કી ન હોવાથી રિચર્ડે વડાપ્રધાન ને જ કોઈ નામ સૂચવવા નું કહ્યુ. વડાપ્રધાન ના મોઢે એલેક ગિનીસ નું નામ સાંભળી ને રિચર્ડ ને આંચકો લાગ્યો. તેણે આશા હતી કે વડાપ્રધાન કોઈ ભારતીય કલાકાર નું નામ પસંદ કરશે ! રિચર્ડ આ બાબત પર વિચારશે તેમ કહીને ત્યાંથી ખૂબ ખુશ થઈ ને વિદાય થયો. પણ આ ખુશી બહુ ટુંકી આવરદા ની સાબિત થઈ. ફરી થી પૈસા ની તકલીફ ના લીધે રિચર્ડ ની ગાડી ઘોંચ માં પડી. હોલીવુડ માં થી કોઈ પણ તેના આ અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માં ‘ પૈસા નાખી દેવા ‘ તૈયાર ન થયુ. હવે તો વર્ષો વીતી ગયા પરંતુ તે આ પ્રોજેક્ટ ને ભૂલી ન શક્યો. તેને કોઈ પણ રીતે આ ફિલ્મ બનાવવી જ હતી. તેના આ સપના ને ફરીથી પાંખો મળી કે જ્યારે નેહરૂજી ની દીકરી શ્રી મતિ ઈંદિરા ગાંધી વડાપ્રધાન પદે ફરીથી ચૂંટાયા. તેમણે રિચર્ડ ને એ મતલબ નો લેખિત પરવાનો આપી દીધો કે તેની ફિલ્મ માં જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને પોલીસ, લશ્કર ની ત્રણે પાંખો અને ભારતીય રેલ્વે ની મફત માં મદદ મળી શકશે ! ઉપરાંત તેમણે ભારત સરકાર તરફથી આ ફિલ્મ નાં નિર્માણ માં ત્રીજા ભાગ નું ફંડ પણ રિચર્ડ ને આપવાનું વચન આપ્યુ. રિચર્ડ માટે આ બધુ ખૂબ જ આવકાર્ય હતુ કારણ કે તેણે નેહરુજી ના રાજ માં સરકારી અફ્સરો ને મળવા માટે કલાકો બહાર બાંકડા પર બેસવાનો અનુભવ લઈ લીધો હતો ! (પણ બોલી પણ શું શકે કારણ કે એ અમલદારશાહી પણ આપણ ને બ્રિટિશ વારસા તરીકે જ મળેલી છે ને ???) હવે રિચર્ડ ને તેનું સપનુ હાથવેંત માં લાગ્યુ. જો કે હ્જી ઘણુ બધુ ખૂટતુ હતુ છતા તેણે તૈયારીઓ શરૂ કરી દીધી. તેણે બધા સેટસ, લોકેશન નક્કી કરી દીધા પરંતુ હવે મુખ્ય મુદ્દો હતો ગાંધી કયાંથી લાવવા?? એલેક ગિનીસ તો ક્યારનાય ના પાડી ચૂક્યા હતા, એક અમેરિકન સ્ટુડિઓ એ તો ફિલ્મ નિર્માણ માં સહાય કરવાની પણ ઓફર આપી પણ શરત મુકી કે ” રિચાર્ડ બર્ટન ને ગાંધી તરીકે લે તો જ કારણ કે તે સેક્સી દેખાય છે !!” જે રિચર્ડ ને 'બેહુદા' લાગતાં નકારી કાઢવામાં આવી. રિચર્ડ ની પોતાની પસંદ એંથોની હોપકીન્સ હતો, પણ તે શારિરિક દ્ર્ષ્ટિ એ આ રોલ માં થોડો વધુ જાડો પડતો હતો, પરંતુ રિચર્ર્ડ ના કહેવાથી તેણે આ માટે હેલ્થ ક્લબ માં જઈને મહેનત પણ કરી પરંતુ છેલ્લે તે શારીરીક રીતે ફીટ નથી એમ લાગતા તે હટી ગયો. આ જ કારણોસર બીજા અનેક અદાકારો જેમ કે ડેર્ક બોગાર્ડે, પીટર ફીંચ, આલ્બર્ટ ફીની અને ટોમ કર્ટની એ પણ આ ઓફર ને નકારી કાઢી. અંતે રિચર્ડે જહોન હર્ટ નામના અદાકાર નો સંપર્ક કર્યો જે આ રોલ માં રસ તો ધરાવતો હતો પરંતુ થોડૉ શંકાશીલ પણ હતો કે પોતે ગાંધી જેવો દેખાઈ શકશે કે નહી ! પરંતુ રિચર્ડે તેમને પુરા ગેટ અપ સાથે એક શોટ લઈ ને જોઈ જોવા કહ્યુ. તે રાજી થઈ ગયો. દરમ્યાન રિચર્ડ ના થિએટર દિગ્દર્શક એવા પુત્ર માઈકે તેમને નાટકો ના એક ઉત્તમ અદાકાર વિષે વાત કરી. તે અદાકાર નું નામ હતુ બૅન કિંગ્સલે. તેમનુ એક નાટક જોવા માટે રિચર્ડ ગયા, તેમના અભિનય થી પ્રભાવિત થઈ ને તેઓ બૅન ને મળવા બેકસ્ટેજ મા ગયા. ત્યા જ્યારે તેમેણે બૅન ને ગાંધી ફિલ્મ વિષે ના પોતાના પ્રોજેક્ટ ની વાત કરી તો બૅન તો આશ્ચર્ય માં પડી ગયા. તેમેને આની પાછ્ળ કોઈ દૈવી શક્તિ નો જ હસ્તક્ષેપ લાગ્યો, કારણ કે હજી થોડા દિવસ પહેલા તો બૅન ને તેની પત્ની એ ગાંધીજી ની આત્મકથા ભેટ માં આપી હતી અને બૅન હજી તો તેને વાંચી જ રહ્યા હતા !! આ મુલાકાત પછી જ રિચર્ડ ને ખબર પડી કે બૅન નું મૂળ નામ તો ક્રિષ્ણ ભાણજી હતુ. તેઓ અંગ્રેજ માતા અને ગુજરાતી પિતા નું ફરજંદ હતા !! (એટલે આમ તો પડદા પર ના અને રિયલ ગાંધી બન્ને ગુજરાતી હતા!!) તો આ મુલાકાત નું પરિણામ એ આવ્યુ કે જહોન હર્ટ અને બૅન બન્ને નો સ્ક્રિન ટેસ્ટ એક જ દિવસે રાખવામાં આવ્યો. પહેલા જહોન અને પછી બૅન નો ટેસ્ટ લેવામાં આવ્યો. પણ જ્યારે બૅન ગાંધીજી ની જેમ પોતળી ને ગોળ ચશ્મા ધારણ કરી ગાંધી બની ને આવ્યો ત્યારે રિચર્ડ પહેલા તો જહોન બોલી ઉઠ્યો “ યુ ગોટ યોર મહાત્મા રિચર્ડ!! “
હવે ગાંધી મળી ગયા, સરકારી પરવાનો હતો તો સરકારી બિલ્ડીંગ્સ, કે સ્મારકો માં પણ શુટિંગ કરવામાં પણ ઝાઝી તકલીફો ના પડી. શુટિંગ શરૂ તો થઈ ગયુ પરંતુ એને ચાલતુ રાખવુ પણ જરૂરી હતુ ને? આ માટે તેમણે પોતાનુ સર્વસ્વ દાવ પર લગાડી દીધુ. તેઓ ના એવા કપરા દિવસો આવી ગયા હતા કે એક વખત રોલ્સરોય્સ વાપરનાર આ નિર્માતા- અદાકાર સમયસર પોતાના બિલ્સ પણ ચૂકવી શકતા નહી ! તેમના સપના ની તેમની પત્ની ને બાળકો પર અસર થશે તે નહોતુ વિચાર્યુ પરંતુ હવે તો પાછા વળવાનો કોઈ હેતુ નહતો. ઉપરાંત આ કપરા કાળ માં તેમેની પત્ની શેલા તેમની પાછળ ખડક ની દ્ર્ઢતા થી ઉભી હતી. જ્યારે સૌ આ પ્રોજેક્ટ ને રિચર્ડ નું ગાંડપણ સમજતા હતા ત્યારે પણ શેલા એ તેને રિચર્ડ નું સપનુ ગણી ને તેને આ માટે બધી રીતે સહાયરૂપ થવાની સાંત્વના આપી હતી. શુટિંગ શરૂ કરતા પહેલા રિચર્ડ તેમને આ દુષ્કર કાર્ય કરવાનું સૌ પ્રથમ ઈજન આપનાર મોતીભાઈ કોઠારી ને ભૂલ્યા ન હતા, તે સમયે તેમનું પાર્થિવ શરીર તો હયાત ન હતુ પરંતુ તેમની યાદ માં રિચર્ડે તેની ફિલ્મ નું શુટિંગ એક હિંદુ પંડિત ના હાથે પૂજા કરાવી ને શરૂ કર્યુ હતુ. આમ શુટિંગ તો ચાલતુ રહ્યુ, પરંતુ હજી તો બીજી એક બહુ મોટી ચેલેંજ દિગ્દર્શક રિચર્ડ ની વાટ જોઈ રહી હતી. બીજુ બધુ તો શાંતિ થી પાર પડી ગયુ પણ મહાત્મા ની અંતિમયાત્રા પરદા પર શી રીતે બતાવવી? એ માટે ખૂબ જ ચીવટપૂર્વક નુ અને ઝીણવટ ભર્યુ કામકાજ યુધ્ધ નાં ધોરણે હાથ માં લેવામાં આવ્યુ. એ હદ સુધી કે રિચર્ડ ને તે અંતિમયાત્રા માં કેટલા ગણવેશધારી સૈનિકો આખા રાજપથ પર હારબંધ ઉભા રખાયા હતા તે સંખ્યા શુધ્ધા યાદ હતી ! પરંતુ મુખ્ય તકલીફ હતી કે એટલા બધા લોકો ને ક્યાંથી ભેગા કરવા? બધા જ પેઈડ કલાકારો ભેગા કરે તો પણ એ શક્ય ન જણાયુ. તો રિચર્ડે એક રસ્તો કાઢ્યો કે એ ઘટના ની 33 મી વર્ષગાંઠે( 30 જાન્યુઆરી, 1981 ) તેનુ શુટિંગ કરવુ જેથી બને તેટલા વધુ લોકો ને ભેગા કરી શકાય . હવે એ દિવસ પણ આવી ગયો, એક માણસ ને છોડી ને સૌ ચિંતિત હતા એ વ્યક્તિ એટલે બૅન કિંગ્સલે (આપણા ક્રિષ્ણા ભાણજી !! ), કારણ કે આજે હવે એમનુ કામ તો હતુ નહી , એમને આજે ઘણા દિવસે રજા હતી! આ શુટિંગ દિલ્હી માં એક વપરાશ વગર નાં એક એરફિલ્ડ પર કરવાની યોજના હતી. આ માટે રિચર્ડે 25000 એક્સ્ટ્રા કલાકારો રોકડા આપી ને રાખેલા હતા. પરંતુ મોટી ચિંતા તો પેલા ટોળા પર હતી જે ‘પેઈડ‘ ન હતુ ! રિચર્ડે આગલી રાત્રે પોતાના 11 કેમેરા ની આખી ટીમ ની મિટિંગ બોલાવી ને બીજા દિવસ ની સૌની પોઝિશંસ વિશે સમજાવ્યુ. વહેલી સવાર ના 3 વાગ્યાથી બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ, સૂર્યોદય થતા થતા તો ગણવેશ ધારી સૈનિકો તૈયાર થઈ ને મેદાન માં આવી ગયા. રિચર્ડ ને હાશ તો ત્યારે થઈ કે જ્યારે સામાન્ય લોકો પણ ત્યાં શુટિંગ જોવા ભેગા થવા લાગ્યા. રિચર્ડે એવી વ્યવસ્થા કરાવી હતી કે દરેક પ્રવેશદ્વારે પોલીસ ની એક એક ટુકળી તે સમય ને અનુરૂપ કપડા આપી ને ખડી કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ આધુનિક પહેરવેશ પહેરી ને આવી ન જાય ! આ શોટ માં રિટેક નો તો કોઈ સવાલ જ નહોતો, એક માઈલ જેટલા અંતર માં આ ટોળુ જેવી એક્ટિંગ કરે તે ખરુ ! રિચર્ડે પોતાના મેગાફોન માં “ એક્શન ...” કહેતા જ આખુ ટોળુ કૂચ કરવા લાગ્યુ. આ બધા દરમ્યાન રિચર્ડ ને લાગ્યુ કે આ અતિ મહત્વ ના શોટ દરમ્યાન પોતે કેમેરા પાછળ કે ક્રેન પર ન બેસતા આ ટોળા માં જ ક્યાંક હોવુ જોઈએ. પરિણામે આપણે રિચર્ડ એટનબરો ને આ સીન માં કાળા કોટ, કાળા ચશ્મા ધારી બ્રિટિશ જનરલ સ્વરૂપે બાપુ ના શબ પાછળ ચાલતા જોઈ શકીએ છીએ ! બધુ જ બરાબર ચાલતુ હતુ અને ચિરનિંદ્રા માં પોઢેલા ગાંધી નો ક્લોઝ અપ લેવાનો થયો ત્યા જ અચાનક રિચર્ડ ને લાગ્યુ કે આ ડમી (પૂતળુ) ક્લોઝ અપ માં બરાબર નથી લાગતુ (મતલબ કે પકડાઈ જાય છે) ! અચાનક રજા માણતા ‘ ગાંધી’ ની રજા ને લશકરી ધોરણે બરખાસ્ત કરી ને બોલાવવામાં આવ્યા અને પૂતળા ના બદલે બૅન ને સુવાડી ને ક્લોઝ અપ લેવામાં આવ્યો. અંતે આ અતિ મહત્વનો અને ઐતહાસિક શોટ પૂરો થયો, ગેટ પર ઉભેલા પોલીસો ના કહેવા પ્રમાણે તેમણે 400, 000 લોકો ને અંદર આવવા દીધા હતા તથા યોગ્ય કપડાં આપ્યા હતા. તો આમ આ શોટ ફિલ્મ ઈતિહાસ માં સૌથી વધુ એક્સ્ટ્રા કલાકારો(25,000) તથા સૌથી વધુ લોકો ને ફિલ્માવતો સીન હતો ( જે કદાચ વિશ્વ વિક્રમ છે ) ! તો આ હતી કહાની
એક
પેશન ની, એક નિર્ધાર ની અને પોતે કરેલા દ્ર્ઢ સંકલ્પ ખાતર સર્વસ્વ
ન્યોછાવર કરી દેવાની
ભાવના ની. આટલા બધા ચઢાવ ઉતાર પછી અંતે આ ઐતિહાસિક ફિલ્મ 1982 માં રજૂ
કરવામાં આવી અને પછી તો સૌ જાણે છે એમ આ ફિલ્મ ફિલ્મ જગત માં એક ઈતિહાસ
રચી ગઈ. આ ફિલ્મ ને હોલીવુડ ફિલ્મ ને મળતુ
સર્વોચ્ચ સમ્માન સમા 8 ઓસ્કાર ઍવોર્ડસ થી નવાજવા માં આવી જેમાં રિચર્ડ
એટનબરો ને બે
( શ્રેષ્ઠ દિગ્દર્શન અને શ્રેષ્ઠ પિક્ચર માટે) , બૅન કિંગ્સલે ને એક મુખ્ય
રોલ માં
શ્રેષ્ઠ અભિનય માટે આપવામાં આવ્યો . ઉપરાંત બીજા 26 ઍવોર્ડ્સ અને 16
નોમીનેશન્સ
ઍનાયત કરવામાં આવ્યા હતા. આમ પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત એવા એક
પ્રોફેશનલ નું
સપનુ 20 વર્ષે સાકાર થયુ.
03 September INDIA NEEDS TO RETHINK ON GANDHI !!!!ગાંધી. આ શબ્દ આમ તો આજે દુનિયાભર માં જાણીતો છે , આ સાંભળતા ની સાથે જ ગોળ ચશ્મા, નાની ખાદી ની પોતળી પહેરેલી અને મુખ પર નિર્દોષ હાસ્ય વેરતી એક મુઠ્ઠીભર હાડકા પરંતુ હિમાલય સમુ આત્મબળ ધરાવતી એક આકૃતિ ખડી થઈ જાય છે. ખબર નહિ કેમ પણ જ્યારથી વિચારતા શીખ્યો છું ત્યારથી આ આકૃતિ એ મને સદાય પોતાની તરફ આકર્ષ્યો છે. મેં એમના વિશે જેટલુ વાંચ્યુ છે એમાથી ઘણુ ખરુ નથી સમજાયુ પણ એટલુ તો જરૂર થી સમજાયુ છે કે , બંદે મે થા દમ !! કેવી રીતે તે તો ખબર નથી પડતી પરંતુ મને હંમેશા એમ લાગે છે કે ભારત ના અને સમગ્ર વિશ્વ ના આજના બધા જ પ્રશ્નો ના ઉકેલ મને ગાંધી, સ્વામી વિવેકાનંદ અને ભગવાન ક્રિષ્ણ ના જીવન અને દર્શન મા દેખાય છે . હવે હું સાચો છુ એવો તો મારો દાવો નથી પણ વિદ્વાન અને વિચારશીલ લોકો એ આ બાબતે જરૂર થી વિચારવુ જોઈએ એમ મારુ માનવુ છે. કદાચ તમને લાગતુ હશે ને કે આજે નથી 2 જી ઓક્ટોબર, નથી 30 મી જાન્યુઆરી કે નથી બીજો કોઈ ગાંધી જીવન સાથે સંકળાયેલો દિવસ છતાં કેમ ગાંધીજી વિશે નહિ? વાંક આપણઓ નહિ આ છાપા વાળાઓ નો છે એમણે જ આપણ ને આમ વિચાર પ્રમાણે ના જીવન ના બદલે દિવસ પ્રમાણે નું જીવન જીવતા કરી મૂક્યા છે(એમા થોડો નહી પણ ઘણો બધો આપડો પણ વાંક છે એમ જો યોગ્ય લાગે તો પણ વિચારવાની છૂટ છે હોં ??) તો પાછા મૂળ પાટે પાછા ફરીએ તો આજે આ લખવાનુ કારણ એક સમાચાર છે કે જેણે મને ફરીથી વિચારતો કરી મૂક્યો છે અને મારી ઉપર જણાવેલી માન્યતા ને પણ પુષ્ટિ આપી છે, સમાચાર એમ છે કે એક અફ્ઘાન પ્રાધ્યાપકે 'Gandhi - Azwant Au Fikar' (Gandhi: Life And Ideals)' નામનુ પુસ્તક લખ્યું છે. કદાચ તમને લાગશે કે એમાં શુ નવાઈ છે, ગાંધીજી પર તો 5000 થી પણ વધુ પુસ્તકો લખાઈ ચૂક્યા છે અને તે તો પાછા કોઈ પણ એક વ્યક્તિ પર (ભગવાનો ને બાદ કરતા) લખાયેલા પુસ્તકો માં સૌથી વધારે છે તો એમા આટલી નવાઈ શુ ? તો વાત જાણે એમ છે કે આ પુસ્તક લેખકો ની મનપસંદ ભાષા અંગ્રેજી માં નહિ પણ અફ્ઘાન લોકો ની ભાષા પુશ્તો મા લખાયુ છે. મારા હિસાબે આ સૌ પ્રથમ , નવીન અને આવકાર્ય પગલુ છે સત્ય, અહિંસા અને પ્રેમ ની મૂર્તિ ને આપણા સમય માં કદાચ સૌથી વધુ હિંસા ના સાક્ષી બનેલા લોકો ને પરિચય કરાવવાનુ. આ પુસ્તક ના લેખક ડૉ.એ.કે. રશીદ છે, જેઓ એ ભારત ની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટિ માં વિઝિટિંગ પ્રોફ્રેસર તરીકે પ્રથમ વાર ભારત 1996 માં આવેલા, ત્યાં થી એમણે ડોક્ટરેટ ની પદવી પણ મેળવી છે. પોતાના એ ભારત નિવાસ દરમ્યાન તેઓ એ કાલિદાસ કૃત “ મેઘદૂત “ નું પણ પુશ્તો માં ભાષાંતર કરેલુ ! એમણે હમણા ભરાયેલ એક પરિસંવાદ માં 'Gandhian Approach of Resolving the Afghan Conflict' વિષય ઉપર પોતાનુ રિસર્ચ પેપર પણ વાંચ્યુ હતુ. આ વિદ્વાન અને સંવેદનશીલ જીવે પોતાની નજર સમક્ષ પોતાના માદરે વતન કાબુલ ને આતંકવાદ, સામ્રાજ્યવાદ અને ગૃહયુધ્ધ ની આગ માં હોમાઈ ને નષ્ટ થતુ જોયુ છે. આ બધા નો ઉત્તર ખોળતા ખોળતા કદાચ તેઓ ગાંધીમાર્ગ ના સંપર્ક માં આવ્યા હશે. તેઓ નુ માનવુ છે કે ગાંધી જી ના વિચારો અને દર્શન 60% ઇસ્લામ સાથે સુસંગત છે ! તેમના કહેવા મુજબ આજે વિશ્વભર ને પોતાની ઝપટ માં લઈ ને બેઠેલી યુધ્ધ અને શાંતિ ની સમસ્યા ઓ નો એકમાત્ર ઉકેલ જો ક્યાંય પણ હોય તો તે મહાત્મા ની અહિંસા માં છે . તેઓ કહે છે કે ગાંધી અફઘાન માં ખૂબ જ લોકપ્રિય છે વળી ત્યાં ની શાળા ઓ માં પણ ગાંધીજી વિષે ભણાવવા માં આવે છે. તેમેની લોક્પ્રિયતા નું એક ઉદાહરણ આપતા તેઓ જણાવે છે કે જ્યારે 1976 માં તત્કાલિન પ્રધાનમંત્રી શ્રીમતી ઈંદિરા ગાંધી કાબુલ ની મુલાકાતે ગયેલા ત્યારે જ્યારે તેઓ નો કાફલો એક રસ્તા પરથી પસાર થતો હતો ત્યાં લોકો રસ્તા ની બંને તરફ લાઈન લગાવીને ઉભા રહી ગયા કારણ કે તેમને એમ હતુ કે ગાંધીજી ની દિકરી આવી છે !! તો આ છે મહાત્મા ની લોકપ્રિયતા આપણે તો એમને ચોક ના બાવલાઓ , સરકારી ઓફિસો ની દિવાલો અને ભ્રષ્ટ નેતાઓ ના ભાષણો ને જ હવાલે કરી દીધા છે તો આપણે તો એવી કોઈ ચિંતા જ નથી કેમ ? કવિ શેખાદમ આબુવાલા ના શબ્દો વાપરૂ તો કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો ડૉ. રશીદ ના કહેવા મુજબ તો અહિંસા એ તો એમના પ્રદેશ નો પ્રાચીન વિચાર છે, ઇસ્લામ નો પવિત્ર ધર્મગ્રંથ કુરાન પણ અહિંસા ના જ પાયા પર છે અને એમના મતે તો એક ખરા મુસ્લિમે તો અહિંસક જ હોવુ ઘટે ! આગળ વધી ને તેઓ તો એમ પણ કહે છે કે વિશ્વ નુ સૌ પ્રથમ અહિંસક લશ્કર પણ પશ્તુન પ્રજા નું જ હતુ કે જે ખુદાઈ ખિદમતગાર ચળવળ હેઠળ ખાન અબ્દુલ ગફાર ખાન (કે જે ભારત માં સરહદ નાં ગાંધી તરીકે જાણીતા છે) ની પ્રેરણા થી બન્યુ હતુ ! જ્યારે તેમનુ આ માહિતી સભર પ્રેઝંટેશન પુરૂ થયુ ત્યારે ત્યા ઉપસ્થિત એક ભારતીય શ્રોતા એ તેમેને જણાવ્યુ કે “ અહીં ભારત માં તો કોઇ ગાંધી ને માનતુ નથી “ તો જવાબ માં ડૉ. રશીદે જે જવાબ આપ્યો તે ખરેખર જો આપણા માં થોડી પણ કૃતધ્નતા ની ભાવના હોય તો એક ભારતીય તરીકે શરમ આવે તેવો છે. તેમણે કહ્યુ “ તમને ભલે ગાંધીજી ની ભારત માં જરૂર નહી હોય પણ આજે અફ્ઘાનિસ્તાન માં તેમની ખૂબ જ જરૂર છે “ . છેલ્લે હિંદી ના કવિ અંચલ ની ગાંધીજી પર લખાયેલી થોડીક પંક્તિઓ યાદ આવી જાય છે: गीत तुम्हारे गाते गाते हम तुमको ही भूल गये, पूजा का पाषाण बनाकर हमने तुमको रख छोडा,
मंदिर मे अगणित पथ्थर थे एक एधिक उनमे जोडा, मंदिर में तुमको ठहराकर हम पापों मे झुल गये,
साथ तुम्हारे सत्य, अहिंसा के दो जीवनमूल गये, गीत तुम्हारे गाते गाते हम तुमको ही भूल गये ॥
13 Juli Dillemma of Truth....According to Gandhiji
WHAT… is Truth? A difficult question; but
I have solved it for myself by saying that it is what the voice within
tells you. How then, you ask, [do] different people think of different and contrary truths? Well, seeing that the human mind works through innumerable media and that the evolution of the human mind is not the same for all, it follows that what may be truth for one may be untruth for another, and hence those who have made these experiments have come to the conclusion that there are certain conditions to be observed in making those experiments…
Truth and Love---is the only thing
that counts. Where this is present, everything rights itself in the
end. This is a law to which there is no exception.
|
|
|