Profil von Chintan--- વિચારયાત્રા --- FotosBlogListenMehr Extras Hilfe

Blog


    03 Oktober

    GANDHI IS LOST........

     

    Gone the heavenly light

    As was the pure truth

    None else then the son

    Did that task of brute,

    How can we blame others ; when

    Indirectly/Directly we all are the killers !!!

     

    India once proud to be known by name of his,

    Shame; today we know nothing else but name of his !!

     

    Love, trust, truth & honesty ; weapons,

    Occupied by that warriors to check blow stunning,

    Sight could seen ray of light amidst the dark immense,

    Thus; he won each battle, except one still running....


    - Chintan Patel



    14 September

    લખી દે !!

     

    ધીરી સી આંચે તો ન પરખાશે કાંચન

    પથ પર અગન આજીવન તું લખી દે !!

     

    શું કરું સનાતન ઘૂઘવાટ સાગર સમો ?

    વહેવું, અથડાવું છ્તાં ખળખળ હસવું લખી દે !!

     

    ગલહાર થઇ ચળકવું ન પોસાષે વર્ષો

    તવ ચરણે મહેકવું દિવસભર નું લખી દે !!

     

    શું થયું જો ઉર્ધ્વગમન નિત દીપશીખા નું ન હો,

    પતન તો પતન ; પણ નદી સરીખુ લખી દે !!

     

    ટુકડે ટુકડે જીવી તો ન નીકળશે જીંદગી,

    રેતઘડી શું ક્ષણે ક્ષણ નું સાર્થક સરકવું લખી દે !!


    - ચિંતન પટેલ

    ********

    28 August

    ભગવાન ની વેદના

     

    ભગવાન ની વેદના

     

    સદીઓ થી શેષ –શૈયા પર સુતેલો તું થાકી તો જતો હશે,

    તને પણ અમારી જેમ જીવવાનો કદિ અભરખો તો થતો હશે,

     

    દુ:ખો ની યે આદત પાડવાની અમારી આવડત(!) જોઇ,

    પીડા વિહોણી તારી જીંદગી પર તને અફસોસ તો થતો હશે.

     

    દૂધ નુ સપનુ ય જોતા ડરતા ગરીબો ને જોઈ ને,

    સામે બળતા ઘી ના દીવા ભેગો તું પણ બળતો  તો હશે !

     

    મંદિર બહાર સૂકા રોટલા ને ય ટળવળતા બાળકો ભેગો,

    તને ધરાવાયેલા છ્પ્પન ભોગો ને જોઇ ; તું ય ટળવળતો તો હશે .

     

    સામે ની હાટ માં ભીંજાતા લાચાર નિર્દોષ બાળપણ ને જોઈ, તારા

    શિખરબધ્ધ મંદિર ને સોના ના છત્તર નીચે તું પણ પલળતો તો હશે !

     

    તારા જ નામે, તને છેતરી, માણસ ને માણસ સાથે લડાવતા,તારા 

    ધાર્મિકો (!) ને જોઇ; તું  ”બેચ ફેઇલ” ગયા નો બળાપો તો કાઢતો હશે.

     

    આવા સંવેદનાવિહીન ને બુઠ્ઠા અમારા હૈયાઓ જોઇને જ ,

    કદાચ કળીયુગ માં જીવવાનો પ્રોગ્રામ તું માંડી વાળતો હશે !!

     

    - ચિંતન પટેલ





    22 August

    નથી હોતી !

    નથી હોતી !


    દુખી થવું તો અધિક્રુત હક છે મનુષ્યો નો,

    ઇશ્વર ને આવી લક્ઝરી નથી હોતી !


    દર્દ ભરી ક્ષણ  શ્રેષ્ઠ્તમ હિસ્સો છે જીવન નો,

    માત્ર સુખ થી લદાયેલા જીવનમાં એ ખુમારી નથી હોતી.


    મજા હોય છે જેવી સંઘર્ષ ના સૂકા રોટલા માં ; પ્રભુ !

    ધરી દેવાયેલા છપ્પન ભોગ માં એવી કરારી નથી હોતી .


    માત્ર સુખ ની વાંછના ; નિશાની છે કાયરો ની,

    બહાદુરો ને તો આવી બીમારી નથી હોતી !


    દરરોજ માંગવુ ને મળી જાય ; એ સ્થિતિ જ મોત છે,

    આવી પડેલુ જીવી લેવાની દશા , આટલી ગોઝારી નથી હોતી !


    -         ચિંતન પટેલ




    15 August

    આઝાદી...


    સાંભળો મારા દેશ ના નવયુવાનો,

    ચિરપરિચિત એવો ક્યાંક થી અવાજ જાગે છે,

    કોઇ તમારી પાસે થોડા પ્રશ્નો ના જવાબ માંગે છે.

     

    શહીદો ના પરમપવિત્ર રુધિર નું એક એક ટીપું,

    ગાંધી,સુભાષ, સરદાર, ટીળક નું ચિન્મય વપુ,

    તેમના બલીદાન અને તમારા પ્રદાન નો હિસાબ માંગે છે.

     

    જગદગુરુ સમ રામ,ક્રિષ્ણ, મહાવીર અને બુધ્ધ તથાગત,

    શૂળી સાથે સંસાર માંડનાર સુખદેવ,રાજગુરુ ને ભગત,

    ભારતમાતા ને વિશ્વમાતા તરીકે જોવા માંગે છે.

     

    યુવા હદયે જાણે અજાણે સંભળાતી દરેક ક્રાંતિ દસ્તક,

    સ્વાતંત્ર્યદેવી ને ચરણે અર્ધ્ય ધરાવાયેલ પ્રત્યેક મસ્તક,

    બધા મળી માત્ર એક પ્રશ્ન પૂછવા માંગે છે :


    ” તમે તમારા દેશ માટે શું કરી રહ્યા છો? “


          -         ચિંતન પટેલ  








    11 Juli

    THE POEM OF MINE I LIKE THE MOST......


    જીવનપથ


    દૂર મજલ છે, પથ વિકલ છે, સાથિ નથી કોઇ સાથમાં,

    ઘર સુરક્ષિત, માર્ગ અનિશ્ચિત, ભરોસો છે માત્ર જાતમા,

    હાર –જીત તું શીદને વિચારે? બસ, ચાલવું તારા હાથમાં !


    નસીબ છે તારું, જીવન તારું, લોકો ક્યાંથી કળી શકે ,

    પોતે નથી ચળી પણ શકતા, ગ્રહો તને ક્યાંથી નડી શકે.

    શક્ય બદલવી તે રેખાઓ છે; જે અંકિત તારા હાથ માં!


    કાને ન ધર તુ સ્તુતિ-નિંદા ને, ફેંક ઉખાડી વિટપ શંકા ને,

    સૂણી લે પ્યારો આતમ ઇશારો, ફરી જશે તુજ જીવન કિનારો,

    નાવ ભલે કરતાર ની હો, હલેસાં તારા હાથ માં !


    અંતરે તુ ઇશને રાખ, મરતા-મરતા જીવતો નહી,

    સ્વપ્ના જો, આકાંક્ષા રાખ , ભય થી છળી મરતો નહી,

    સામે આખી દુનિયા આખી ભલે હો, જીત તારા હાથ માં !!!


                                                                                       -         ચિંતન પટેલ