Profil von Chintan--- વિચારયાત્રા --- FotosBlogListenMehr Extras Hilfe

Blog


    06 Mai

    QUENSWERS…

     

    Surprised by the title? Please do not be. Because as you will go on reading further you will find only this name significant for the query I am going to present. Because they are:

    “QUESTIONS THAT THEIRSELVES ARE ANSWERS”

    Nowadays it is the fashion to ignore the simple and basic things and to rush for the pompous will-o'-the-wisp! I think it as a main reason for our mental and moral degradation and for many miseries. While contemplating on this problem, some questions erupted from somewhere deep inside. And, guess what? They proved to be the answers I was searching! It was really a priceless experience from the mind-boggling questions to the mind relieving answers. It gave me the peace and satisfaction, which I want to share with you.

    I hope these questions might help you to dissolve the veils blocking your vision for years. Here are those 60 questions that might help you to discover the peace already residing within you. So, let’s embark on this heart throbbing journey….but…wait…wait….wait…., kindly follow the one and only condition : Be honest with (at least!) yourself.

    All these questions are in the first person singular, as it is always more useful and fruitful to ask our self a little then to ask others a lot!

    Ø FOR :-

    * For whom I am living?

    * For what I am searching?

    * For what/whom I can sacrifice everything, even myself?

    Ø WHAT :-

    * What is my opinion for myself?

    * What is the ultimate goal of my life?

    * What I wanted to be & what I am, are both answers same?

    Ø DO :-

    * Do I learn something new every day?

    * Do I love someone more than myself?

    * Do I express my feelings to whom I love & care?

    Ø CAN :-

    * Can I accept my flaws & faults?

    * Can I accept my nears & dears as they are?

    * Can I say sorry, with my eyes into others?

    Ø HAD :-

    * Had I ever thanked those silent & forgotten people; having contribution in the life, I am living?

    * Had I ever offered a little gratitude to my parents for a lot they are doing for me?

    * Had I ever appreciated the almighty for bestowing me such priceless birth as human?

    Ø AM I :-

    * Am I enjoying the things I already have?

    * Am I doing the exact thing I should be doing?

    * Am I the person on whom anyone can trust?

    Ø HOW :-

    * How do I treat those having lower standards than mine? (i.e. social, economic, etc.)

    * How do I face the success as well as the failure?

    * How do I treat; people having totally different or opposite views, ideas & values?

    Ø WHICH :-

    * Which are my favorite books?

    * Which place provides me extreme calmness & peace?

    * Which way I would choose: short but immoral or lengthy but moral?

    Ø WHO:-

    * Who inspires me the most?

    * Who is my favorite artist? (i.e. painter, musician, poet etc)

    * Who is responsible for my failures, setbacks and miseries?

    Ø WHEN:-

    * When was the last time I smiled at a person I don’t know?

    * When was the last time I helped anyone in need without the expectation of reward?

    * When was the last time I enjoyed the murmur of rainfall, music of flowing river, peaceful roar of the ocean and mysterious calmness of the mountain?

    All right then, here I conclude with what I wanted to say. You might be thinking that I forgot the other 30 questions or I am weak at calculus. No, neither did I forget those 30 questions nor I am weak at mathematics. Here are your remaining 30 questions. Just ask each question again to yourself but this time with “WHY” at the end of every question! Answer each one again with the same honesty to yourself and you will be amazed that you uncovered another layer of your infinite mysterious self.

    Few seconds Vs Many Years !!


     Life comes to us with 86400 evaluable pearls each day. But, many of us are so busy with literally unnecessary stuff that we failed to recognize the value and importance of each pearl. As you might have guessed till now, I am talking about 86400 pearls of seconds which makes one whole day of our life. Actually many of us don’t realize that but it’s the fact that our whole life is passed in the arena of fighting between “Few seconds Vs Many Years” !!

    Many times in the whole day “Few seconds” attack the “Many Years” ! Some seconds of seismic shocks of earthquake or tsunami can destroy many years of elaborated and well established infrastructure. Those few seconds of divine wish can destroy centuries of human hard work! This same phenomenon of natural disaster is applicable to the emotional disaster. The shocks generated by ego, misunderstanding, short temper or prejudices can be proved fatal to the lifelong nurtured relationships.

    But, the basic difference between these two disasters is the previous one is uncontrollable and the later one is! One can check the emotional disastrous shocks by providing the shock absorbers like Love, Calmness and Meditation. Such shock absorbers can nullify the deformities created by the shocks.

          So, what should a wise person do is never allow a few seconds to conquer over many years !!



    03 Oktober

    GANDHI IS LOST........

     

    Gone the heavenly light

    As was the pure truth

    None else then the son

    Did that task of brute,

    How can we blame others ; when

    Indirectly/Directly we all are the killers !!!

     

    India once proud to be known by name of his,

    Shame; today we know nothing else but name of his !!

     

    Love, trust, truth & honesty ; weapons,

    Occupied by that warriors to check blow stunning,

    Sight could seen ray of light amidst the dark immense,

    Thus; he won each battle, except one still running....


    - Chintan Patel



    27 September

    Return to the present moment

     

    Life can be found only in the present moment , but our minds rarely dwell in the present moment. Instead we chase after the past or long for the future. We think we are being ourselves, but in fact we almost never are in real contact with ourselves. Our minds are too busy chasing after yesterday's memories or tomorrow's dreams. The only way to be in touch with the life is to return to the present moment. Once you know how to return to the present moment, you will become awakened and at that moment you will find your true self.

    Look at the tender leaves caressed by the sunlight. Have you ever looked at the green of the leaves with serene and awakened heart? This shade of green is one of the wonders of the life. If you never really looked at it please do so now.

    - Gautam Buddha

    ( From Old Path White Clouds, By Thich Nhat Hanh)

    14 September

    લખી દે !!

     

    ધીરી સી આંચે તો ન પરખાશે કાંચન

    પથ પર અગન આજીવન તું લખી દે !!

     

    શું કરું સનાતન ઘૂઘવાટ સાગર સમો ?

    વહેવું, અથડાવું છ્તાં ખળખળ હસવું લખી દે !!

     

    ગલહાર થઇ ચળકવું ન પોસાષે વર્ષો

    તવ ચરણે મહેકવું દિવસભર નું લખી દે !!

     

    શું થયું જો ઉર્ધ્વગમન નિત દીપશીખા નું ન હો,

    પતન તો પતન ; પણ નદી સરીખુ લખી દે !!

     

    ટુકડે ટુકડે જીવી તો ન નીકળશે જીંદગી,

    રેતઘડી શું ક્ષણે ક્ષણ નું સાર્થક સરકવું લખી દે !!


    - ચિંતન પટેલ

    ********

    13 September

    એક સંસારી સાધુ ને શ્રધ્ધાંજલી...

     

    ગઈ કાલે મારા નાનાજી ની ચોથી પુણ્યતીથિ હતી. આજ થી ચાર વર્ષ પહેલા આ દિવસે તેમનું હદયરોગ ના હુમલા થી અવસાન થયુ હતુ. તેઓ મારા માટે પ્રેરણા સ્ત્રોત હતા, તેઓનુ જીવન એક સામાન્ય માણસ ના ખોળીયા માં પણ કંઈક અસાધારણ હતુ. મારા ઘડતર માં તેઓનો ફાળો ઘણો વિશેષ રહ્યો છે. વ્યવસાયે ડૉક્ટર હોવા છ્તા પણ તેઓ આજના ડૉક્ટરો જેવા ન હતા. ઘણીવખત જો તેમનાથી સારવાર  શક્ય ન હોય તો ગાંઠ ના પૈસા ઉમેરી ને પણ તેઓ દર્દી ને આગળ ની સારવાર માટે મોકલતા. પરંતુ કદાચ વિધિ ની એ જ ' મોડ્સ ઓપેરેંડી ' રહી છે કે જે સચ્ચાઈ થી જીવવાની કોશિશ કરે તેની હરકદમ પરીક્ષાઓ લેવાતી હોય છે. આમ પણ ટીચર ને હોશિયાર વિધ્યાર્થી ની જ પરીક્ષા લેવાની મજા આવે ને? તો પ્રથમ પરીક્ષા રૂપે ઈ.સ. 1983 માં તેમેને આવ્યો  હદયરોગ નો પ્રથમ હુમલો, માત્ર 39 વર્ષ ની ઉંમરે ! જે ઘણો જ સીવીઅર હોવાથી તેમેને સારવાર માટે મુંબઈ જવુ પડ્યુ, તે તો ધીરે ધીરે સારુ થવા લાગ્યુ પરંતુ આ ઝટકા એ તેમને આધ્યાત્મિકતા તરફ વાળી દીધા. પરંતુ  કદાચ વિધિ ને આટલુ મંજૂર ન હોવાથી તેમને બીજા દસ હુમલાઓ નો સામનો કરવો પડ્યો ! (હા... ટૉટ્લ 11 !!! ) ઉપરાંત એંજીયોગ્રાફી, એંજીયોપ્લાસ્ટી, પેસમેકર અને બાય પાસ સર્જરી આ બધુ તો ખરૂ જ . તેમનુ હદય છેલા 21 વર્ષ થી માત્ર 8%  જ વર્કીંગ કંડીશન માં હતુ અને પલ્સ રેટ પણ 50 ની આસપાસ રહેતો(જે સામાન્યત: 70-72 હોવો જોઈએ) !! તો તેમનો કેસ મેડીકલ સાયંસ માટે તો એક મિરેકલ જ હતો, પરંતુ  જે તાકાત તેમેને જીવાડી રહી હતી તે તો હતી પ્રબળ આત્મશક્તિ કે જેની આગળ સૌ સાયંસ વામણા પડે છે કદાચ એટલે જ તેમના ચહેરા પર કદી પણ અમને કોઈ વિશેષ  ચિંતા કે દુખ નો ભાવ જોવા મળ્યો ન હ્તો. આ બધા વર્ષો દરમ્યાન તો તેમણે બીજા ઘણા બધા સામાજિક પ્રોબ્લેમ્સ નો હસતા મોઢે અને કોઈ પણ જાત ની ફરિયાદ વગર સામનો કર્યો. છેલ્લે તો તેઓ ઘણી ઉંચી આધ્યાત્મિક અવસ્થા એ પહોચી ચૂક્યા હતા, પરિવાર માં અને ગામ માં પણ ઘણાબધા લોકો ના તેઓ 'ફ્રેંડ, ફીલોસોફર એંડ ગાઈડ ' હતા. પરંતુ અચાનક એક દિવસ સવારે આટઆટલુ સહન કરીને થાકી ગયેલુ હદય આટલો બોજો ઉપાડી ન શક્તા કોઈ ને પણ કાંઈ જ કહ્યા વીના જ બંધ થઈ ગયુ અને આ સંસારી સાધુ સમા માણસ ને અમારા બધા થી હંમેશ ને માટે દૂર લઈ ગયુ ! એ દિવસ હતો 12 મી સપ્ટેમ્બર, 2004 નો અને સમય હતો સવાર ના 9:20 નો. પરંતુ આજે પણ અમે એમને અમારી નજીક અનુભવી શકીએ છીએ તેથી જ તો  તેઓને શ્રધ્ધાંજલી આપવા માટે મને કવિ શ્રી હરિન્દ્ર દવે ની આ કવિતા સુયોગ્ય લાગી છે કારણ કે એમનુ જવુ અમને જાણે મહેક મહેક માં મળી ગઈ હોય એવુ જ લાગ્યુ છે, કદાચ તેઓ અમારા દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે જ મહેફિલ માં થી ઉઠી ગયા હોય !! 

     

    મૃત્યુ ન કહો

    મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
    તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
    રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
    શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

    દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
    એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
    ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
    ‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

    જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
    જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
    દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
    દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

    શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
    ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
    દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
    કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

    - હરીન્દ્ર દવે

    12 September

    11 સપ્ટેમ્બર એટલે ખાલી 9-11 ???

     

    આજે 11 મી સપ્ટેમ્બર. આજ નો દિવસ આમ તો આખા જગત ના લોકો ને 9-11 (નાઈન - ઈલેવન) તરીકે યાદ છે. આજ ના જ ગોઝારા દિવસે દુનિયા ના સૌથી શક્તિશાળી અને સૌથી સલામત રાષ્ટ્ર ગણાતા અમેરિકા ના ન્યૂ યોર્ક શહેર ની શાન સમા વર્લ્ડ ટ્રેડ સેંટર ઉપર અમુક ધર્મઝનૂની લોકો એ હુમલો કરી ને કેટલાય નિર્દોષ લોકો ને કમોતે મોત ને ઘાટ ઉતારી નાખ્યા હતા. આ ઘટના તો કદાચ આખા જગત ના લોકો ને મોઢે હશે, તો આપણે એને વિષે અહીં વધુ ચર્ચા નહી કરીએ. મારે તો વાત કરવી છે બીજી બે ઘટના ઓ ની કે જેમણે આખા વિશ્વ ની નજર માં ભારત ના સ્થાન ને ખૂબ જ ઉંચાઈ પ્રદાન કરી. મને પહેલા તો એમ હતુ કે આપણા વર્તમાનપત્રો, ન્યૂઝ ચેનલો કે બીજા જાણીતા બ્લોગ્સ આની ચર્ચા જરૂર થી કરશે જ તો મારે મારી મર્યાદિત સમજ અને જ્ઞાન ને લઈ ને આમાં માથુ મારવુ નથી પરંતુ આમ ન થતા મને લાગ્યુ કે હવે મારે જ આ વાત કહેવી જોઈએ. મારે ખાસ તો આ વાત અમારી આજ ની પેઢી ને કરવી છે જેથી કરી ને આજ ના દિવસ ને તેઓ 9-11 થી પણ કાંઈક વિશેષ રીતે જાણતા થાય.


    આજથી બરાબર 115 વર્ષ પૂર્વે, આજ ની જ તારીખ અને સોમવાર નો દિવસ(11 સપ્ટે. 1893 ),  કોલંબસે અમેરિકા ની કરેલી શોધ ની 400 મી વર્ષગાંઠ નિમિત્તે ત્યાંના લોકો એ યોજેલી વિશ્વધર્મ પરિષદ નું ઉદઘાટન અમેરિકા ના શિકાગો શહેર માં કરવામાં આવ્યુ. અમેરિકાના અને દેશ વિદેશ ના અનેક બુધ્ધિશાળી લોકો થી ખીચોખીચ ભરાયેલા કોલંબસ હોલ ના મંચ પર દુનિયા ના લગભગ બધા જ જાણીતા ધર્મો ના પ્રતિનિધિ ઓ વિરાજમાન હતા. તે મંચ ઉપર કલકત્તા નાં બ્રાહ્મો સમાજ ના પ્રતાપ મજુમદાર અને શ્રીલંકા (તે સમયે સિલોન ) ના બૌધ્ધધર્મ નાં ધર્મપાલ ની વચ્ચે 30 વર્ષ ના એક અજ્ઞાત સન્યાસી થોડા ગભરાટ અને થોડાક કુતુહલ પરંતુ મન માં પોતાના ગુરૂ ઉપર અખૂટ શ્રધ્ધા લઈને બેઠેલા હતા. બધા જ ધર્મ ના પ્રતિનિધિ ઓ એ પોતપોતાનાં વક્તવ્યો આપવા માંડ્યા. અચાનક આ હિંદુ સન્યાસી નું નામ એનાઉંસર દ્વારા બોલવામાં આવ્યુ, પરંતુ કોઈ જ તૈયારી વગર ના એવા આ સન્યાસી તો આટલા બધા પ્રેક્ષકો ને જોઈ ને એટલા તો ગભરાઈ ગયેલા કે તેમણે એનાઉંસર ને થોડીવાર પછી પોતાનુ નામ બોલવા નુ જણાવ્યુ. કારણ કે આ યુવાન સન્યાસી ને આટલા બધા લોકો વચ્ચે બોલવાનો કોઈ મહાવરો ન હતો. આમ ખેંચતા ખેંચતા તેઓ સવાર ના આખા જ કાર્યક્રમ દરમ્યાન બોલવા ઉભા જ ન થયા. પરંતુ હવે આટ આટ્લી મહેનત કરી ને આટલે પહોચ્યા પછી ગભરાયે તો કેમ ચાલે, તો છેલ્લે તેમનુ નામ બોલાતા તેઓ ઉભા થયા. માતા સરસ્વતી ના મંત્ર નુ ઉચ્ચારણ કરી ને તેઓ એ પોતાનુ વક્તવ્ય ચાલુ કર્યુ. પ્રથમ વાક્ય તેઓ બોલ્યા, " અમેરિકા ના બહેનો અને ભાઈઓ " અને ત્યાં તો કાંઈક અપૂર્વ અને અદભૂત દ્ર્શ્ય સર્જાયુ. ત્યાં ઉપસ્થિત હજારો અમેરિકન લોકો એ પોતપોતાના સ્થાને ઉભા થઈ ને તાળીઓ ના ગડ્ગડાટ થી આ નવીન અભિવાદન ને વધાવી લીધુ. બસ પછી તો પૂછવુ જ શુ? આ સન્યાસી તો આખી સભા પર છવાઈ ગયા, અને ધીરે ધીરે આખા અમેરિકા માં સાયક્લોનિક મોંક , આંધીમય હિંદુ અને યુયુત્સુ પયગંબર તરીકે ઓળખાવા લાગ્યા. ગઈકાલ સુધી અજ્ઞાત સન્યાસી વિશ્વપ્રસિધ્ધ સ્વામી વિવેકાનંદ તરીકે જગતભર માં મશહૂર થઈ ગયા. તે દિવસ પણ 11મી સપ્ટેમ્બર નો જ હતો કે જ્યારે એક સન્યાસી એ જગત થી ગઈકાલ સુધી લગભગ અજ્ઞાત કે પછી ઘણાબધા પૂર્વગ્રહો થી ગ્રસ્ત એવા સનાતન હિંદુ ધર્મ નો અને ભારત નો આખા વિશ્વ માં ડંકો બજાવી દીધેલો !!


    આ ઘટનાથી બરાબર 13 વર્ષ પછી નો આ જ દિવસ કે જ્યારે સ્વામી વિવેકાનંદ ને બ્રહ્મલીન થયે 4 વર્ષ વીતી ચૂક્યા છે. 11 સપ્ટે. 1906 ના રોજ દક્ષિણ આફ્રિકા ના ટ્રાંસવાલ પ્રાંત ના ઓલ્ડ થિયેટર નામના એક સભાગૃહ ત્યાનાં લગભગ 3000 જેટલા લોકો ની એક સભા ભરાઈ હતી. જેમાં આખા ભારત માં થી ત્યાં મજૂરી કરવા ગયેલા ગિરમિટિયા મજૂરો અને અમુક વેપારીઓ સામેલ હતા, જેઓ મોટાભાગે ગુજરાતી, તમિલ અને હિંદીભાષી હતા. સામે મંચ ઉપર દક્ષિણ આફ્રિકા માં વસતા લોકો ના પ્રતિનિધિઓ વિરાજમાન હતા. આ બધા લોકો ત્યાની બ્રિટિશ સલ્તનતે ભારતીયો ઉપર લાદેલા અન્યાયી અને અમાનવીય કાયદાઓ (જેવા કે " આજથી ઈસાઈ સિવાય ની કોઈ પણ પરંપરા થી થયેલા લગ્ન ગેરકાયદેસર ગણાશે, બધી જ ભારતીય સ્ત્રીઓ ને બ્રિટિશ સૈનિકો અને પોલીસ કપડા ઉતરાવી ને પણ ચેક કરી શકે !! " ) નો વિરોધ કરવા એકઠા થયેલા હતા. સૌ પ્રથમ તો ટ્રાંસવાલ બ્રિટિશ એસોશિએશન ના ચેરમેન અબ્દુલ ગની એ ઉભા થઈ ને બ્રિટિશ સરકાર નો વિરોધ કરવા માટે ની રણનીતી વર્ણવતો એક ઠરાવ વાંચી સંભળાવ્યો. (અહીં એ વાત ખાસ નોંધવા જેવી છે કે તે વખતે આપણી આજની ભડકે બળતી હિંદુ- મુસ્લીમ સમસ્યા એ સમસ્યા જ નહોતી, એને પીઠબળ અને પ્રોત્સાહન તો બ્રિટિશરો એ જ આપ્યુ હતુ જેના પરિણામે એક વખત ના પ્રખર રાષ્ટ્રવાદી જિન્નાહ કટ્ટર મજહબવાદી થઈ ગયા અને ' સારે જહાં સે અચ્છા'  લખનાર અને ભગવાન રામ ને ઈમામે હિંદ કહેનાર કવિ ઈકબાલ પાકિસ્તાન ની માંગણી માં પ્રથમ હરોળ માં ઉભા રહી ગયા !!) આ ઠરાવ ને મંચ ઉપર થી ગુજરાતી, હિંદી અને તમિલ ભાષાઓ માં  ફરીફરી ને વાંચવામાં આવ્યો જેથી કરીને ત્યાં ઉપસ્થિત એક પણ માણસ તેનાથી અજાણ ન રહી જાય .આ હતો ' ચોથા ઠરાવ ' તરીકે ઓળખાતો ઐતહાસિક મુસદ્દો કે જે  જોહનિસબર્ગ માં વસતા એક ગુજરાતી વકીલ મોહનદાસ કે. ગાંધી એ તૈયાર કર્યો હતો.  જે માનવજાત ના ઈતિહાસ માં સૌ પ્રથમ વાર ક્રુર અને ઘાતકી એવી સરકાર ના દમન સામે સામૂહિક અહિંસક લડત આપવા માટે ઐતિહાસિક ઠરાવ હતો. આ ઠરાવ માં દમન નો વિરોધ કોઈ પણ પ્રકાર ના શારિરિક બળ થી નહી પરંતુ આધ્યાત્મિક અને નૈતિક બળ થી કરવાનો હતો. પોતે જ દમન નો ભોગ બની ને પોતે સહન કરવા છતા પણ દુશ્મન માટે મનમાં કોઈ જ ખરાબ ભાવ નહી લાવી ને તેને સુધારવાની અનોખી જ વાત હતી !! જે લોકો એ સૌ પહેલી જ વાર સાંભળી હતી છતાં પણ તે લોકો એ ' ભાઈ' તરીકે ઓળખાતા તેમના લાડીલા વકીલ ના કહ્યા પ્રમાણે કર્યે રાખ્યુ અને અંતે જેના રાજ માં સૂરજ કદી આથમતો નહતો એ બ્રિટિશ રાજ ને અને જનરલ સ્મટ્સ ને નમતુ જોખવુ પડ્યુ અને પહેલા માણસ પણ ગણવામા ન આવતા એવા ગિરમિટિયા લોકો ને નાગરિક તરીકે ના હક્કો મળ્યા. તો આ જ દિવસે દમન નો સામનો કરવાની એક અનોખી રીત અસ્તિત્વ માં આવી. જેને આજે આખુ વિશ્વ ' સત્યાગ્રહ ' ના નામે ઓળખે છે. અને એના પ્રણેતા આજે મહાત્મા ગાંધી કે બાપુ તરીકે જગમશહુર છે.

    તો છેલ્લે એ જ કહેવાનુ કે આપણે ભારતીય લોકો એ 9-11 ને આતંકવાદ ના ગોઝારા દિવસ તરીકે યાદ કરવા કરતા પણ વધુ સારા કારણો છે જે ભારતીય તરીકે આપણને ખબર હોવી જોઈએ અને તેનું આપણને ગર્વ પણ હોવુ જોઈએ. આમ પણ કોઈ દિવસ ને ત્રાસવાદ ના પ્રતિક તરીકે યાદ રાખવા કરતાં આધ્યાત્મિક અને અહિંસક પરિપ્રેક્ષ્ય માં યાદ રાખવો વધુ સારુ, શુ કહો છો મિત્રો?? 

           બીજી માહીતી મા જો રસ હોય તો .......

    • આજના જ દિવસે મહારાષ્ટ્ર ના એક નાનકડા ગામ માં એક ચિતપાવન બ્રાહ્મણ કુટુંબ માં 1895 ની સાલ માં ગાંધીજી ના વારસદાર સમા અને વિશ્વપ્રસિધ્ધ ભૂદાન આંદોલન નાં પ્રણેતા એવા આચાર્ય શ્રી વિનોબા ભાવે નો જન્મ થયો હતો .

    • આજના જ દિવસે ઈ. સ 1948 માં કરાંચી ના ગવર્નર હાઉસ માં ટી.બી ની બીમારી ના કારણે પાકિસ્તાન નાં સ્થાપક એવા કાયદે આઝમ મહમ્મદઅલી જિન્નાહ નું દેહાંત થયુ હતુ.




    09 September

    ATTENBOROUGH'S GANDHI UNVEILED !!!


    સર રિચર્ડ એટનબરો નું નામ કોણે નહી સાંભળ્યુ હોય ? હા, હું એ જ નિર્માતા ની વાત કરી રહ્યો છુ કે જેણે ભારત નાં મહાત્મા ને પોતાના બનાવી લીધા. પરંતુ તમને ખબર છે કે આ ફિલ્મ બનાવવા માટે તેમણે પોતાની અંગત અને વ્યાવાસાયિક જિંદગી માં કેવા કેવા સાહસો અને મુશ્કેલીઓ નો સામનો કર્યો છે? તેઓ તેમના પોતાના મિત્ર વર્તુળ માં પાગલ ગણાવા લાગેલા તથા લગભગ દેવાળિયા થઈ ગયેલા! તો આજે આપણે જોઈશુ પાગલપણા ની હદે સાહસિક પરંતુ પોતાના સંકલ્પ અને કાર્ય માં કૃતનિશ્ચયી એવા ફિલ્મ નિર્માતા અને એમની અદભૂત ફિલ્મ ની કહાની !

    1962 ની સાલ છે, ઈંગ્લેંડ ના પોશ ગણાતા રિચમંડ માં પોતાના ક્વિન એન હાઉસ નામના આલીશાન ઘર માં એટનબરો પરિવાર શાંતિ થી રહે છે. પતિ રિચર્ડ પાસે પોતાની પર્સનાલાઈઝ્ડ નંબર પ્લેટ ધરાવતી રોલ્સ રોય ગાડી છે અને પત્ની પાસે તેની જેગુઆર છે. ખૂબ જ વૈભવ અને માનપાન થી આ પરિવાર બ્રિટન માં રહે છે. અચાનક એક દિવસ રિચર્ડ ઉપર કોઈ મોતી કોઠારી નામ નાં અજાણ્યા ગુજરાતી શખ્સ નો ફોન આવે છે. તે તેમને મળવા માટે વોલ્ડરોફ, લંડન બોલાવે છે . લંડન માં મોતીભાઈ તેમની ભવિષ્ય ની યોજના રિચર્ડ ને સમજાવતા કહે છે, કે તેઓ  ગાંધીજી ના અનુયાયી છે અને 1948 માં ગાંધી જી ની હત્યા થઈ જતા તે હવે ભારત માં વધુ રહેવાનુ ન પસંદ પડતા તે ત્યાર થી  બ્રિટન માં જ રહે છે અને તેમના જીવન નું ધ્યેય છે ગાંધી વિચાર નો બને એટલા લોકો માં પ્રચાર ને પ્રસાર કરવો. તેમને રિચર્ડ ને જણાવ્યુ કે ફિલ્મ એ પ્રચાર નું શ્રેષ્ઠ માધ્યમ હોવાથી મારી એવી ઈચ્છા છે કે તમે ગાંધીજી ના જીવન પર એક ફિલ્મ બનાવો. રિચર્ડ ને પહેલા તો આ વિચાર થોડો વિચિત્ર લાગ્યો, પરંતુ મોતીભાઈ ના આગ્રહ થી તેણે ગાંધીજી ની આત્મકથા વાંચવાનું સ્વીકાર્યુ. પછી તો કહેવાનુ જ શુ બાકી રહે? છે એવો કોઈ માણસ કે જે આ નાનકડી ચોપડી વાંચી ને આ મહાન માણસ ના જાદુ થી પોતાને બચાવે શકે? આમ પણ ગાંધીજી થી તો રિચર્ડ બચપણ થી જ પ્રભાવિત હતો, તેના પિતા (જેમને તેઓ ઘર માં ગવર્નર ના હુલામણા નામ થી બોલાવતા)  તેઓ ગાંધીજી થી ખૂબ જ પ્રભાવિત હતા. જ્યારે 1931 માં ગાંધીજી ગોળમેજી પરિષદ માં ભાગ લેવા ગયા બ્રિટન ગયા ત્યારે 8 વર્ષ નાં  રિચર્ડ પણ તેમના પિતા સાથે આ અહિંસા ના મસીહા ને જોવા- સાંભળવા માટે ગયા હતા.

    ગાંધીજી ની આત્મકથા વાંચતા-વાંચતા તેઓ આ વિભૂતી થી એટલી હદે અભિભૂત થયા કે તેમણે તે વખતે લગભગ અશક્ય જણાતી આ ચેલેંજ ઉપાડી લીધી. તેની પાછ્ળ ના ઘણા બધા કારણો માં થી મુખ્ય કારણ હતુ તેમના પિતાજી. ગવર્નર રિચર્ડ ને ભણાવી ને પ્રોફેસર બનાવવા માંગતા હતા, પરંતુ જ્યારે રિચર્ડે અભિનય ને કારકિર્દી બનાવ્યો તો તેમણે રિચર્ડ ને કાંઈ કહ્યુ તો નહી પણ ઊંડે ઊંડે થોડુ દુખ જરૂર અનુભવ્યુ. હવે રિચર્ડ પોતાના કામ તથા પોતાના ક્ષેત્ર દ્વારા તેમના પિતાજી ના સમ્માનીય એવા ગાંધીજી ના જીવન પર ફિલ્મ બનાવી ને આ દુખ ની લાગણી ને  પૂરી મિટાવી ન શકે તો પણ થોડીઘણી નિવારવા માંગતા હતા.

    પરંતુ કાંઈ લાગણીઓ થી તો ફિલ્મ બને નઈ ને?? એના માટે તો પૈસા જોઈએ, તો રિચર્ડે મોતીભાઈ ને ફોન લગાવ્યો પૂછવા માટે કે તમારા પ્રોજેક્ટ માટે કોઈ પૈસા ની વ્યવસ્થા છે પણ તેઓ પાસે તો કાંઈ જ હતુ નહિ. હવે??? હવે તો એ દૂર સુદૂર ના ધૂંધળા સપના માટે પોતાનુ સર્વસ્વ લૂટાવા નો સમય આવી ગયો હતો ! પરંતુ રિચર્ડ તો કૃતનિશ્ચ્યી હતો, તેણે પોતાના થી બનતા બધા જ પ્રયત્નો કરવા માટે, તેને બીજો કોઈ રસ્તો ન દેખાતા પોતાની સૌથી મોટી ‘ખાણ’ ને કામે લગાડી ! તેમણે એક વાર બ્રિટીશ નેવી પર એક ફિલ્મ બનાવી હતી જે ભારત નાં છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન ના નૌકાદળ માં જનરલ તરીકે ગાળેલા  જીવન અને એમણે લડેલા યુધ્ધો પર આધારિત હતી. તો તે ઓળખાણ ને કામે લગાડી તેમેણે તે વખતે "અર્લ માઉન્ટ બેટન ઓફ બર્મા" તરીકે ઓળખાતા જનરલ નો સંપર્ક કરી ને પોતાનો વિચાર સમજાવ્યો. જનરલે તેમને પોતાના પ્રોજેક્ટ માં સહાય કરવાનું કહેતી એક ચિઠ્ઠી તત્કાલીન ભારત નાં  વડાપ્રધાન જવાહારલાલ નહેરુ પર લખી ને આપી. આ ચિઠ્ઠી, મનમાં ઘણી બધી આશાઓ તથા આંખોમાં એક સપનુ લઈ ને રિચર્ડ દિલ્હી ના એરપોર્ટ પર ઉતર્યા. વડાપ્રધાન નહેરુ ને મળ્યા તથા તેમને મળી ને તેઓ સાશ્ચર્ય આનંદ અનુભવી રહ્યા. નહેરુ એ તેમને પોતાના અંગત આલ્બમ ની ઘણી તસવીરો બતાવી જેમાં તેઓ બાપુ સાથે હતા. બાપુ (આ શબ્દ રિચર્ડે પ્રથમવાર નેહરૂજી ના મોઢે સાંભળ્યો હતો ) ની વાતો કરતાં કરતાં અતીત માં ખોવાઈ જઈને ખૂબ જ ભાવુક થયેલા વડાપ્રધાન ને જોઈ તે આશ્ચર્ય પામ્યા. નેહરૂજી  એ તેમને બીજી પણ ઘણી બધી ઉપયોગી માહીતી આપી અને ઘણા કિસ્સાઓ પણ કહ્યા. તેઓ વડાપ્રધાન ની મુલાકાત થી પ્રભાવિત થયા. નેહરૂજી એ છેલ્લે રિચર્ડ ને જે વાત કહી તેનાથી રિચર્ડ વધુ પ્રભાવિત થયો. તેમણે કહ્યુ કે, " તેઓ મહાત્મા હતા પરંતુ અંતે તો માનવ જ હતા, ધ્યાન રાખજો કે તમે તેમનું દૈવિકરણ ન કરી નાખો !! ". તેમની બીજી મુલાકાત દરમ્યાન નેહરૂજી એ તેમને ગાંધીજી ના રોલ માટે કયા કલાકાર ને  પસંદ કર્યો એમ પૂછ્યુ. હજી કાંઈ નક્કી ન હોવાથી રિચર્ડે વડાપ્રધાન ને જ કોઈ નામ સૂચવવા નું કહ્યુ. વડાપ્રધાન ના મોઢે એલેક ગિનીસ નું નામ સાંભળી ને રિચર્ડ ને આંચકો લાગ્યો. તેણે આશા હતી કે વડાપ્રધાન કોઈ ભારતીય કલાકાર નું નામ પસંદ કરશે ! રિચર્ડ આ બાબત પર વિચારશે તેમ કહીને ત્યાંથી ખૂબ ખુશ થઈ ને વિદાય થયો. પણ આ ખુશી બહુ ટુંકી આવરદા ની સાબિત થઈ. ફરી થી પૈસા ની તકલીફ ના લીધે રિચર્ડ ની ગાડી ઘોંચ માં પડી. હોલીવુડ માં થી કોઈ પણ  તેના આ અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માં ‘ પૈસા નાખી દેવા ‘ તૈયાર ન થયુ. હવે તો વર્ષો વીતી ગયા પરંતુ તે આ પ્રોજેક્ટ ને ભૂલી ન શક્યો. તેને કોઈ પણ રીતે આ ફિલ્મ બનાવવી જ હતી.

    તેના આ સપના ને ફરીથી પાંખો મળી કે જ્યારે નેહરૂજી ની દીકરી શ્રી મતિ ઈંદિરા ગાંધી વડાપ્રધાન પદે ફરીથી ચૂંટાયા. તેમણે રિચર્ડ ને એ મતલબ નો લેખિત પરવાનો આપી દીધો કે તેની ફિલ્મ માં જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને પોલીસ, લશ્કર ની ત્રણે પાંખો અને ભારતીય રેલ્વે ની મફત માં મદદ મળી શકશે ! ઉપરાંત તેમણે ભારત સરકાર તરફથી આ ફિલ્મ નાં નિર્માણ માં  ત્રીજા ભાગ નું ફંડ પણ રિચર્ડ ને આપવાનું વચન આપ્યુ. રિચર્ડ માટે આ બધુ ખૂબ જ આવકાર્ય હતુ કારણ કે તેણે નેહરુજી  ના રાજ માં સરકારી અફ્સરો ને મળવા માટે કલાકો બહાર બાંકડા પર બેસવાનો અનુભવ લઈ લીધો હતો ! (પણ બોલી પણ શું શકે કારણ કે એ અમલદારશાહી પણ આપણ ને બ્રિટિશ વારસા તરીકે જ મળેલી છે ને ???) હવે રિચર્ડ ને તેનું સપનુ હાથવેંત માં લાગ્યુ. જો કે હ્જી ઘણુ બધુ ખૂટતુ હતુ છતા તેણે તૈયારીઓ શરૂ કરી દીધી. તેણે બધા સેટસ, લોકેશન નક્કી કરી દીધા પરંતુ હવે મુખ્ય મુદ્દો હતો ગાંધી કયાંથી લાવવા??

    એલેક ગિનીસ તો ક્યારનાય ના પાડી ચૂક્યા હતા, એક અમેરિકન સ્ટુડિઓ એ તો ફિલ્મ નિર્માણ માં સહાય કરવાની પણ ઓફર આપી પણ શરત મુકી કે રિચાર્ડ બર્ટન ને ગાંધી તરીકે લે તો જ  કારણ કે તે સેક્સી દેખાય છે !!  જે રિચર્ડ ને 'બેહુદા' લાગતાં નકારી કાઢવામાં આવી. રિચર્ડ ની પોતાની પસંદ એંથોની હોપકીન્સ હતો, પણ તે શારિરિક દ્ર્ષ્ટિ એ આ રોલ માં થોડો વધુ જાડો પડતો હતો, પરંતુ રિચર્ર્‍ડ ના કહેવાથી તેણે  આ માટે હેલ્થ ક્લબ માં જઈને મહેનત પણ કરી પરંતુ છેલ્લે તે શારીરીક રીતે ફીટ નથી એમ લાગતા તે હટી ગયો. આ જ કારણોસર બીજા અનેક અદાકારો જેમ કે ડેર્ક બોગાર્ડે, પીટર ફીંચ, આલ્બર્ટ ફીની અને ટોમ કર્ટની એ પણ આ ઓફર ને નકારી કાઢી. અંતે રિચર્ડે જહોન હર્ટ નામના અદાકાર નો સંપર્ક કર્યો જે આ રોલ માં રસ તો ધરાવતો હતો  પરંતુ થોડૉ શંકાશીલ પણ હતો કે પોતે ગાંધી જેવો દેખાઈ શકશે કે નહી ! પરંતુ રિચર્ડે તેમને પુરા ગેટ અપ સાથે એક શોટ લઈ ને જોઈ જોવા કહ્યુ. તે રાજી થઈ ગયો. દરમ્યાન રિચર્ડ ના થિએટર દિગ્દર્શક એવા પુત્ર માઈકે તેમને  નાટકો ના એક ઉત્તમ અદાકાર વિષે વાત કરી. તે અદાકાર નું નામ હતુ બૅન કિંગ્સલે. તેમનુ એક નાટક જોવા માટે રિચર્ડ ગયા, તેમના અભિનય થી પ્રભાવિત થઈ ને તેઓ બૅન ને મળવા બેકસ્ટેજ મા ગયા. ત્યા જ્યારે તેમેણે બૅન ને ગાંધી ફિલ્મ વિષે ના પોતાના પ્રોજેક્ટ ની વાત કરી તો બૅન તો આશ્ચર્ય માં પડી ગયા. તેમેને આની પાછ્ળ કોઈ દૈવી શક્તિ નો જ હસ્તક્ષેપ લાગ્યો, કારણ કે હજી થોડા દિવસ પહેલા તો બૅન ને તેની પત્ની એ ગાંધીજી ની આત્મકથા ભેટ માં આપી હતી અને બૅન હજી તો તેને વાંચી જ રહ્યા હતા !! આ મુલાકાત પછી જ રિચર્ડ ને ખબર પડી કે બૅન નું મૂળ નામ તો ક્રિષ્ણ ભાણજી હતુ. તેઓ અંગ્રેજ માતા અને ગુજરાતી  પિતા નું ફરજંદ હતા !! (એટલે આમ તો પડદા પર ના અને રિયલ ગાંધી બન્ને ગુજરાતી હતા!!) તો આ મુલાકાત નું પરિણામ એ આવ્યુ કે જહોન હર્ટ અને બૅન બન્ને નો સ્ક્રિન ટેસ્ટ એક જ દિવસે રાખવામાં આવ્યો. પહેલા જહોન અને પછી બૅન નો ટેસ્ટ લેવામાં આવ્યો. પણ જ્યારે બૅન ગાંધીજી ની જેમ પોતળી ને ગોળ ચશ્મા ધારણ કરી ગાંધી બની ને આવ્યો ત્યારે રિચર્ડ પહેલા તો જહોન બોલી ઉઠ્યો યુ ગોટ યોર મહાત્મા રિચર્ડ!!

     

    હવે ગાંધી મળી ગયા, સરકારી પરવાનો હતો તો સરકારી બિલ્ડીંગ્સ, કે સ્મારકો માં પણ શુટિંગ કરવામાં પણ ઝાઝી તકલીફો ના પડી. શુટિંગ શરૂ તો થઈ ગયુ પરંતુ એને ચાલતુ રાખવુ પણ જરૂરી હતુ ને? આ માટે તેમણે પોતાનુ સર્વસ્વ દાવ પર લગાડી દીધુ. તેઓ ના એવા કપરા દિવસો આવી ગયા હતા કે એક વખત રોલ્સરોય્સ વાપરનાર આ નિર્માતા- અદાકાર સમયસર પોતાના બિલ્સ પણ ચૂકવી શકતા નહી ! તેમના સપના ની તેમની પત્ની ને બાળકો પર અસર થશે તે નહોતુ વિચાર્યુ પરંતુ હવે તો પાછા વળવાનો કોઈ હેતુ નહતો. ઉપરાંત આ કપરા કાળ માં તેમેની પત્ની શેલા તેમની પાછળ ખડક ની દ્ર્ઢતા થી ઉભી હતી. જ્યારે સૌ આ પ્રોજેક્ટ ને રિચર્ડ નું ગાંડપણ સમજતા હતા ત્યારે પણ શેલા એ તેને રિચર્ડ નું સપનુ ગણી ને તેને આ માટે બધી રીતે સહાયરૂપ થવાની સાંત્વના આપી હતી.  શુટિંગ શરૂ કરતા પહેલા રિચર્ડ તેમને આ દુષ્કર કાર્ય કરવાનું સૌ પ્રથમ ઈજન આપનાર મોતીભાઈ કોઠારી ને ભૂલ્યા ન હતા, તે સમયે તેમનું પાર્થિવ શરીર તો હયાત ન  હતુ  પરંતુ તેમની યાદ માં રિચર્ડે તેની ફિલ્મ નું શુટિંગ એક હિંદુ પંડિત ના હાથે પૂજા કરાવી ને શરૂ કર્યુ હતુ. આમ શુટિંગ તો ચાલતુ રહ્યુ, પરંતુ હજી તો બીજી એક બહુ મોટી ચેલેંજ દિગ્દર્શક રિચર્ડ ની વાટ જોઈ રહી હતી. બીજુ બધુ તો શાંતિ થી પાર પડી ગયુ પણ મહાત્મા ની અંતિમયાત્રા પરદા પર શી રીતે બતાવવી? એ માટે ખૂબ જ ચીવટપૂર્વક નુ અને ઝીણવટ ભર્યુ કામકાજ યુધ્ધ નાં ધોરણે હાથ માં લેવામાં આવ્યુ. એ હદ સુધી કે રિચર્ડ ને તે અંતિમયાત્રા માં કેટલા ગણવેશધારી સૈનિકો આખા રાજપથ પર હારબંધ ઉભા રખાયા હતા તે સંખ્યા શુધ્ધા યાદ હતી ! પરંતુ મુખ્ય તકલીફ હતી કે એટલા બધા લોકો ને ક્યાંથી ભેગા કરવા? બધા જ પેઈડ કલાકારો ભેગા કરે તો પણ એ શક્ય ન જણાયુ. તો રિચર્ડે એક રસ્તો કાઢ્યો કે એ ઘટના ની 33 મી વર્ષગાંઠે( 30 જાન્યુઆરી, 1981 )  તેનુ શુટિંગ કરવુ જેથી બને તેટલા વધુ લોકો ને ભેગા કરી શકાય .

    હવે એ દિવસ પણ આવી ગયો, એક માણસ ને છોડી ને સૌ ચિંતિત હતા એ વ્યક્તિ એટલે બૅન કિંગ્સલે (આપણા ક્રિષ્ણા ભાણજી !! ), કારણ કે આજે હવે એમનુ કામ તો હતુ નહી , એમને આજે ઘણા દિવસે રજા હતી! આ શુટિંગ દિલ્હી માં એક વપરાશ વગર નાં એક એરફિલ્ડ પર  કરવાની યોજના હતી. આ માટે રિચર્ડે 25000 એક્સ્ટ્રા કલાકારો રોકડા આપી ને રાખેલા હતા. પરંતુ મોટી ચિંતા તો પેલા ટોળા પર હતી જે ‘પેઈડ‘ ન હતુ ! રિચર્ડે આગલી રાત્રે પોતાના 11 કેમેરા ની આખી ટીમ ની મિટિંગ બોલાવી ને બીજા દિવસ ની સૌની પોઝિશંસ વિશે સમજાવ્યુ. વહેલી સવાર ના 3 વાગ્યાથી બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ, સૂર્યોદય થતા થતા તો ગણવેશ ધારી સૈનિકો તૈયાર થઈ ને મેદાન માં આવી ગયા. રિચર્ડ ને હાશ તો ત્યારે થઈ કે જ્યારે સામાન્ય લોકો પણ ત્યાં શુટિંગ જોવા ભેગા થવા લાગ્યા. રિચર્ડે એવી વ્યવસ્થા કરાવી હતી કે દરેક પ્રવેશદ્વારે પોલીસ ની એક એક ટુકળી તે સમય ને અનુરૂપ કપડા આપી ને ખડી કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ આધુનિક પહેરવેશ પહેરી ને આવી ન જાય ! આ શોટ માં રિટેક નો તો કોઈ સવાલ જ નહોતો, એક માઈલ જેટલા અંતર માં આ ટોળુ જેવી એક્ટિંગ કરે તે ખરુ ! રિચર્ડે પોતાના મેગાફોન માં એક્શન ... કહેતા જ આખુ ટોળુ કૂચ કરવા લાગ્યુ. આ બધા દરમ્યાન રિચર્ડ ને લાગ્યુ કે આ અતિ મહત્વ ના શોટ દરમ્યાન પોતે કેમેરા પાછળ કે ક્રેન પર ન બેસતા આ ટોળા માં જ ક્યાંક હોવુ જોઈએ. પરિણામે આપણે  રિચર્ડ એટનબરો ને આ સીન માં કાળા કોટ, કાળા ચશ્મા ધારી બ્રિટિશ જનરલ સ્વરૂપે બાપુ ના શબ પાછળ ચાલતા જોઈ શકીએ છીએ ! બધુ જ બરાબર ચાલતુ હતુ અને ચિરનિંદ્રા માં પોઢેલા ગાંધી નો ક્લોઝ અપ લેવાનો થયો ત્યા જ અચાનક રિચર્ડ ને લાગ્યુ કે આ ડમી (પૂતળુ) ક્લોઝ અપ માં બરાબર નથી લાગતુ (મતલબ કે પકડાઈ જાય છે)  ! અચાનક રજા માણતા ‘ ગાંધી’ ની રજા ને લશકરી ધોરણે બરખાસ્ત કરી ને બોલાવવામાં આવ્યા અને પૂતળા ના બદલે બૅન ને સુવાડી ને ક્લોઝ અપ લેવામાં આવ્યો. અંતે આ અતિ મહત્વનો અને ઐતહાસિક શોટ પૂરો થયો, ગેટ પર ઉભેલા પોલીસો ના કહેવા પ્રમાણે તેમણે 400, 000 લોકો ને અંદર આવવા દીધા હતા તથા યોગ્ય કપડાં આપ્યા હતા. તો આમ આ શોટ ફિલ્મ ઈતિહાસ માં સૌથી વધુ એક્સ્ટ્રા કલાકારો(25,000) તથા સૌથી વધુ લોકો ને ફિલ્માવતો સીન હતો ( જે કદાચ વિશ્વ વિક્રમ છે )  !

    તો આ હતી કહાની એક પેશન ની, એક નિર્ધાર ની અને પોતે કરેલા દ્ર્ઢ સંકલ્પ ખાતર સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ભાવના ની.  આટલા બધા ચઢાવ ઉતાર પછી અંતે આ ઐતિહાસિક ફિલ્મ  1982 માં રજૂ કરવામાં આવી અને પછી તો સૌ જાણે છે એમ આ ફિલ્મ ફિલ્મ જગત માં એક ઈતિહાસ રચી ગઈ.  આ ફિલ્મ ને હોલીવુડ ફિલ્મ ને મળતુ સર્વોચ્ચ સમ્માન સમા 8 ઓસ્કાર ઍવોર્ડસ થી નવાજવા માં આવી જેમાં રિચર્ડ એટનબરો ને બે ( શ્રેષ્ઠ દિગ્દર્શન અને શ્રેષ્ઠ પિક્ચર માટે) , બૅન કિંગ્સલે ને એક મુખ્ય રોલ માં શ્રેષ્ઠ અભિનય માટે આપવામાં આવ્યો . ઉપરાંત બીજા 26 ઍવોર્ડ્સ અને 16 નોમીનેશન્સ ઍનાયત કરવામાં આવ્યા હતા. આમ પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત એવા એક પ્રોફેશનલ નું સપનુ 20 વર્ષે સાકાર થયુ.





    04 September

    શિક્ષક દિન ચિંતન !!

     

    આજે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક ને શિક્ષણ ને લગતા વિચારશીલ લોકો ના થોડા વિચારબિંદુઓ પર નજર કરીશુ, શિક્ષણ એ આમ તો ખૂબ જ મહત્વ નો વિષય છે પરંતુ મને લાગે છે કે આપણા દેશ માં જે રીત નું આપવુ જોઈએ તેવુ ધ્યાન અપાયુ નથી ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ ને ! જે શિક્ષણ બાળક નું માનસ તૈયાર કરે છે, જે સમયે અપાયેલુ શિક્ષણ બાળક નું આજીવન ચારિત્ર્ય નક્કી કરે છે, અને મોટા ભાગ ના કિસ્સાઓ માં તે આજીવન તેમ નુ તેમ જ રહેતુ હોય છે તેને આપણે ખૂબ જ બેદરકારીથી લીધુ છે ! આપણે શિક્ષણ વિશે નાં વિચારો જોઈએ તે પહેલા આપણા ભવ્ય વારસા ને,અનન્ય બુધ્ધિમતા અને ઉચ્ચ્તમ શિક્ષણવ્યવસ્થા ની અધોગતિ નું એક મહત્વ નું કારણ જોઈ ને આગળ વધીએ. ભારત માં અંગ્રેજો આવ્યા તે પહેલા આપણી શિક્ષણવ્યવસ્થા આટલી પંગુ નહોતી, તે વખતે પણ ભારત ની શિક્ષણવ્યવસ્થા નાલંદા ને તક્ષશિલા જેટલી ટોચે નહોતી તો આજની જેમ સાવ ખાડા માં પણ ન હોતી. એ વખતે પણ અંગેજો આપણા બુધ્ધિસામર્થ્ય, સાંસ્કૃતિક વારસા ને જોઈ ને દંગ રહી ગયેલા. આપણી શિક્ષણવ્યવસ્થા ની ઘોર ખોદનાર ટોમસ મેકોલે એ ઈ. સ. 1835 માં ભારત ના પ્રવાસ થી પાછા બ્રિટન જઈ ને ત્યાં ની પાર્લામેંટ માં જે ભાષણ કર્યુ તે આ વસ્તુ ની સાક્ષી પૂરે છે:

    “ મેં ભારત નો પૂરેપૂરો પ્રવાસ કર્યો અને એવી એક પણ વ્યક્તિ ન જોઈ કે જે ભિખારી યા ચોર હોય. મેં આ દેશ માં એટલી બધી સંપત્તિ, ઊંચા મૂલ્યો ને ઉચ્ચ બુધ્ધિસામર્થ્ય ધરાવતા લોકો જોયા છે કે જ્યાં સુધી આ દેશ નાઅ મૂળ ને જડ થી નહીં ઉખાડીએ ત્યાં સુધી કદી તેને જીતી શકીશુ નહી. આ દેશ નું મૂળ એટલે તેનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો. તેથી હું ઈચ્છુ છું કે આપણે તેના જૂના અને પ્રાચીન શિક્ષણતંત્રને, તેની સંસ્કૃતિ ને બદલાવી એ, જેથી ભારતીયો એવું માનતા થાય કે વિદેશી અને અંગ્રેજી તેમના કરતા વધુ સારુ અને મહાન છે. તો જ તેઓ સ્વાભિમાન અને સ્વ-સંસ્કૃતિ ગુમાવશે અને આપણે તેઓને જેવા ઈચ્છીએ છીએ તેવા તેઓ બનશે—એક ખરા અર્થ માં પરાધીન દેશ. “

    આ વાંચી ને જો એમ થયુ હોય કે ખરેખર આપણે કોઈ મોટી ભૂલ કરીએ છીએ અને જે સુધારવી જોઈએ તો જરા વિચારજો એના વિશે, હવે આપણે જોઈશુ શિક્ષણ વિશે વિદ્વાનો નાં વિચારબિંદુઓ.

    આજે આપણે એ શિક્ષણ ની જરૂર છે કે જેનાથી ચારિત્ર્ય નિર્માણ થાય, મન ની સુષુપ્ત શક્તિઓ જાગે, જેનાથી બુધ્ધિમત્તા નું વિસ્તરણ થાય અને જે માણસ ને બહાર નાં બધા જ સહારા છોડાવી ને તેને પોતાના પગ પર ઉભો કરી શકે.

    - સ્વામી વિવેકાનંદ

    સાચુ શિક્ષણ એ છે કે જે સામાન્ય માં આ મુજબ ની ભાવના જગાડે : “ લોકો મારુ કામ જુએ કે ન જુએ , તેની કદર કએ કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તો પણ સંપૂર્ણ નિષ્ઠા અને શક્તિ ના ઉચ્ચતમ ધોરણ અનુસાર હું મારુ કામ કરતો જ રહીશ “

    - ફાધર વાલેસ

    ભણાવવુ એટલે જ્ઞાન આપવું અને સાથે સાથે મરદાનગી આપવી, આજે તો શિક્ષણ નું મુખ્ય કામ અન્યાય અને અત્યાચાર સામે લડવાનું શીખવવા નું છે.

    – મનુભાઈ પંચોળી ‘ દર્શક ‘

    એક નાનું બાળક બીજુ તો કયાં કશુ માંગે છે ? તેના નિર્દોષ વદન ઉપર તો માત્ર બે જ શબ્દો આલેખાયેલા હોય છે : “ મને સમજો “ .

    - વિનોબા ભાવે

    આપણે આપણાં બાળકો ને લાડ કરીએ કે મારીએ, તેમની ચિંતા કરીએ કે ઉપેક્ષા કરીએ – દરેક વર્તન મારફત આપણે એમને કાંઈક ને કાંઈક શીખવીએ છીએ.

    બાળક ને કાખ માં તેડી ને માતા બજાર માં જાય ત્યારે તે બાળક નું મોટુ શિક્ષણ કરે છે.

    બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ, એ તો એક જ્યોત છે – જેને પેટાવવાની છે.

    – અજ્ઞાત

    ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ સૂમ શિક્ષક ને સોંપાણા,

    કારાગાર સમી શાળા ના કાઠ ઉપર ખડકાણાં !

    વસંત વર્ષા ગ્રીષ્મ શરદ નાં ભેદ બધાય ભૂલાણાં ;

    જીવનમોદ તણા લઘુતમ માં પ્રગતિપદ છેદાણાં!

    હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં;

    લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યા જ સૂકાણાં !

    તે દિન આંસુભીના રે , હરિ ના લોચનિયાં મે દીઠા !

    - કરસનદાસ માણેક


    Animals can be trained only humans can be educated. Education requires personal participation and transformation. It involves cultivation of mind, not merely with the view to offering it as a commodity for a sale in market. At their best, our present day universities are academic cafeterias offering junk food for the mind. At their worst, they are breeding grounds of corruption and indiscipline and irresponsibility.

    - N.A.Palkhivala

     

    In the ancient shadows and twilights, where childhood had strayed

    The world’s great sorrows were born and its heroes were made,

    In the lost boyhood of Judas the Christ was betrayed!!

    - Anonymous

     

    જો રદ્દી માં રદ્દી માં શિક્ષણ માટે જો કોઈ પરમવીર ચક્ર એનાયત કરવામાં આવતુ હોય તો હું એના માટે આજની આધુનિક શિક્ષણવ્યવસ્થા ની ભલામણ કરું !

    - વિનોબા ભાવે

    મને કઈ નોકરી મળશે, મને કોણ કામ આપશે, - એ બધો વલોપાત છોડી દો. પોતાની યોગ્યતા વધારો, સુપાત્ર થાવ, અધ્યયન ને ઊંડુ બનાવો અને સદાચાર કેળવો એટલે કામ તો તમને ખોળતુ આવી પડશે. કાર્યક્ષેત્ર શોધવા જવાનાં ફાંફા ન મારશો. ઉંચા માં ઉંચા કાર્ય ને યોગ્ય થતા રહેવુ એ જ ખરી કેળવણી છે .

    - કાકાસાહેબ કાલેલકર

    શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? ના. એ પણ નહિ. જે કેળવણી થી ઈચ્છાશક્તિ નો પ્રવાહ અને આવિષ્કાર સંયત બની ને ફળદાયી બની શકે તેનું નામ શિક્ષણ.

    - સ્વામી સચ્ચિદાનંદ


    बच्चों के छोटे हाथों को चाँद सितारे छूने दो
    चार किताबें पढ़ कर वो भी हम जैसे हो जायेंगे

    - निदा फाजली

    ડિગ્રી તો મેળવો પરંતુ સ્મિત ટકાવી રાખો, ફર્સ્ટ ક્લાસ તો લાવો પણ દિલ ના ધબકારા ઓછા ન થવા દો. વ્યવહારૂ બનો પણ આદર્શ નું તેજ ઓછુ ન થવા દો.

    - ફાધર વાલેસ

    શિક્ષણ નો મૂળભૂત હેતુ છે, વ્યક્તિ નો શારિરીક, બૌધ્ધિક, માનસિક, અને નૈતિક શક્તિઓ નું યથાયોગ્ય સંકલન કરી ને એક સંપૂર્ણ માનવી નું નિર્માણ કરવાનો છે.

    - ( યુનેસ્કો ના રિપોર્ટ ‘ લર્નિંગ ટુ બી’ માં અપાયેલી શિક્ષણ ની વ્યાખ્યા )

     

    Numerous are the academic chairs, but rare are wise and noble teachers. Numerous and large are the lecture halls, but far from numerous the young people who genuinely thirst for truth and justice.

    Inward freedom is an infrequent gift of nature and a worthy objective for the individual. Today, schools may favour such freedom by encouraging independent thought. Only if outward and inner freedom are constantly and consciously pursued is there a possibility of spiritual development and perfection and thus of improving man's outward and inner life.

    - (Albert Einstein, 1940)

     

    હવે ગઈ સદી ના સર્વોત્તમ શિક્ષક એવા મહાત્મા ગાંધી નાં આધુનિક શિક્ષણ, આજે ગાંડપણ ની હદ સુધી વિસ્તરેલ અંગ્રેજી માધ્યમ ના ક્રેઝ તથા આજ ના પગારલક્ષી શિક્ષકો ને નોકરીલક્ષી વિદ્યાર્થીઓ ને મારેલા ચાબખા જોઈશુ.......

     

    The school must be an extension of home, there must be concordance between the impressions, which a child gathers at home, and at school, if the best results are to be obtained. Education through the medium of strange tongue breaks the concordance, which should exist. Those who breaks this relationship are enemies of the people even though their motives may be honest.

    The foreign medium has caused brains fag, put an undue strain upon the nerves of our children, made them crammers and imitators, unfitted them for original work and thought, and disabled them for filtrating their learning to the family or the masses. The foreign medium has made our children practically foreigners in their own lands. It is the greatest tragedy of the existing system.

    If teachers impart all the knowledge in the world to their students but inculcate not truth and purity among them., they will have betrayed them and instead of raising them set them on the downward road to perdition. Knowledge without character is a power for evil only, as seen in the instances of so many talented thieves and gentlemen rascals in the world.

    An education, which does not teach us to discriminate between good and bad, to assimilate the one and eschew the other, is a misnomer.

    Literacy in itself is no education. Literacy is not the end of education nor even the beginning. Literacy education should follow the education of the hand-the one gift that visibly distinguishes man from beast.

    What is really needed to make democracy function is not knowledge of facts, but right education.

    - Mahatma Gandhi





    03 September

    INDIA NEEDS TO RETHINK ON GANDHI !!!!


    ગાંધી. આ શબ્દ આમ તો આજે દુનિયાભર માં જાણીતો છે , આ સાંભળતા ની સાથે જ ગોળ ચશ્મા, નાની ખાદી ની પોતળી પહેરેલી અને મુખ પર નિર્દોષ હાસ્ય વેરતી એક મુઠ્ઠીભર હાડકા પરંતુ હિમાલય સમુ આત્મબળ ધરાવતી એક આકૃતિ ખડી થઈ જાય છે. ખબર નહિ કેમ પણ જ્યારથી વિચારતા શીખ્યો છું ત્યારથી આ આકૃતિ એ મને સદાય પોતાની તરફ આકર્ષ્યો છે. મેં એમના વિશે જેટલુ વાંચ્યુ છે એમાથી ઘણુ ખરુ નથી સમજાયુ પણ એટલુ તો જરૂર થી સમજાયુ છે કે , બંદે મે થા દમ !! કેવી રીતે તે તો ખબર નથી પડતી પરંતુ મને હંમેશા એમ લાગે છે કે ભારત ના અને સમગ્ર વિશ્વ ના આજના બધા જ પ્રશ્નો ના ઉકેલ મને ગાંધી, સ્વામી વિવેકાનંદ અને ભગવાન ક્રિષ્ણ ના જીવન અને દર્શન મા દેખાય છે . હવે હું સાચો છુ એવો તો મારો દાવો નથી પણ વિદ્વાન અને વિચારશીલ લોકો એ આ બાબતે જરૂર થી વિચારવુ જોઈએ એમ મારુ માનવુ છે. 

    કદાચ તમને લાગતુ હશે ને કે આજે નથી 2 જી ઓક્ટોબર, નથી 30 મી જાન્યુઆરી કે નથી બીજો કોઈ ગાંધી જીવન સાથે સંકળાયેલો દિવસ છતાં કેમ ગાંધીજી વિશે નહિ? વાંક આપણઓ નહિ આ છાપા વાળાઓ નો છે એમણે જ આપણ ને આમ વિચાર પ્રમાણે ના જીવન ના બદલે દિવસ પ્રમાણે નું જીવન જીવતા કરી મૂક્યા છે(એમા થોડો નહી પણ ઘણો બધો આપડો પણ વાંક છે એમ જો યોગ્ય લાગે તો પણ વિચારવાની છૂટ છે હોં ??) તો પાછા મૂળ પાટે પાછા ફરીએ તો આજે આ લખવાનુ કારણ એક સમાચાર છે કે જેણે મને ફરીથી વિચારતો કરી મૂક્યો છે અને મારી ઉપર જણાવેલી માન્યતા ને પણ પુષ્ટિ આપી છે, સમાચાર એમ છે કે એક અફ્ઘાન પ્રાધ્યાપકે 'Gandhi - Azwant Au Fikar' (Gandhi: Life And Ideals)' નામનુ પુસ્તક લખ્યું છે. કદાચ તમને લાગશે કે એમાં શુ નવાઈ છે, ગાંધીજી પર તો 5000 થી પણ વધુ પુસ્તકો લખાઈ ચૂક્યા છે અને તે તો પાછા કોઈ પણ એક વ્યક્તિ પર (ભગવાનો ને બાદ કરતા) લખાયેલા પુસ્તકો માં સૌથી વધારે છે તો એમા આટલી નવાઈ શુ ? તો વાત જાણે એમ છે કે આ પુસ્તક લેખકો ની મનપસંદ ભાષા અંગ્રેજી માં નહિ પણ અફ્ઘાન લોકો ની ભાષા પુશ્તો મા લખાયુ છે. મારા હિસાબે આ સૌ પ્રથમ , નવીન અને આવકાર્ય પગલુ છે સત્ય, અહિંસા અને પ્રેમ ની મૂર્તિ ને આપણા સમય માં કદાચ સૌથી વધુ હિંસા ના સાક્ષી બનેલા લોકો ને પરિચય કરાવવાનુ.

    આ પુસ્તક ના લેખક ડૉ.એ.કે. રશીદ છે, જેઓ એ ભારત ની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટિ માં વિઝિટિંગ પ્રોફ્રેસર તરીકે પ્રથમ વાર ભારત 1996 માં આવેલા, ત્યાં થી એમણે  ડોક્ટરેટ ની પદવી પણ મેળવી છે. પોતાના એ ભારત નિવાસ દરમ્યાન તેઓ એ કાલિદાસ કૃત મેઘદૂત નું પણ પુશ્તો માં ભાષાંતર કરેલુ ! એમણે હમણા ભરાયેલ એક પરિસંવાદ માં 'Gandhian Approach of Resolving the Afghan Conflict' વિષય ઉપર પોતાનુ રિસર્ચ પેપર પણ વાંચ્યુ હતુ. આ વિદ્વાન અને સંવેદનશીલ જીવે પોતાની નજર સમક્ષ પોતાના માદરે વતન કાબુલ ને આતંકવાદ, સામ્રાજ્યવાદ અને ગૃહયુધ્ધ ની આગ માં હોમાઈ ને નષ્ટ થતુ જોયુ છે. આ બધા નો ઉત્તર ખોળતા ખોળતા કદાચ તેઓ ગાંધીમાર્ગ ના સંપર્ક માં આવ્યા હશે. તેઓ નુ માનવુ છે કે ગાંધી જી ના વિચારો અને દર્શન 60% ઇસ્લામ સાથે સુસંગત છે ! તેમના કહેવા મુજબ આજે વિશ્વભર ને પોતાની ઝપટ માં લઈ ને બેઠેલી યુધ્ધ અને શાંતિ ની સમસ્યા ઓ નો એકમાત્ર ઉકેલ જો ક્યાંય પણ હોય તો તે મહાત્મા ની અહિંસા માં છે . તેઓ કહે છે કે ગાંધી અફઘાન માં ખૂબ જ લોકપ્રિય છે વળી ત્યાં ની શાળા ઓ માં પણ ગાંધીજી વિષે ભણાવવા માં આવે છે. તેમેની લોક્પ્રિયતા નું એક ઉદાહરણ આપતા તેઓ જણાવે છે કે જ્યારે 1976 માં તત્કાલિન પ્રધાનમંત્રી શ્રીમતી ઈંદિરા ગાંધી કાબુલ ની મુલાકાતે ગયેલા ત્યારે જ્યારે તેઓ નો કાફલો એક રસ્તા પરથી પસાર થતો હતો ત્યાં લોકો રસ્તા ની બંને તરફ લાઈન લગાવીને ઉભા રહી ગયા કારણ કે તેમને એમ હતુ કે ગાંધીજી ની દિકરી આવી છે !! તો આ છે મહાત્મા ની લોકપ્રિયતા આપણે તો એમને ચોક ના બાવલાઓ , સરકારી ઓફિસો ની દિવાલો અને ભ્રષ્ટ નેતાઓ ના ભાષણો ને જ હવાલે કરી દીધા છે તો આપણે તો એવી કોઈ ચિંતા જ નથી કેમ ? કવિ શેખાદમ આબુવાલા ના શબ્દો વાપરૂ તો

    કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
    બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
    ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
    ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

    ડૉ. રશીદ ના કહેવા મુજબ તો અહિંસા એ તો એમના પ્રદેશ નો પ્રાચીન વિચાર છે, ઇસ્લામ નો  પવિત્ર ધર્મગ્રંથ કુરાન પણ અહિંસા ના જ પાયા પર છે અને એમના મતે તો એક ખરા મુસ્લિમે તો અહિંસક જ હોવુ ઘટે ! આગળ વધી ને તેઓ તો એમ પણ કહે છે કે વિશ્વ નુ  સૌ પ્રથમ અહિંસક લશ્કર પણ પશ્તુન પ્રજા નું જ હતુ કે જે ખુદાઈ ખિદમતગાર ચળવળ હેઠળ ખાન અબ્દુલ ગફાર ખાન (કે જે ભારત માં સરહદ નાં ગાંધી તરીકે જાણીતા છે) ની પ્રેરણા થી બન્યુ હતુ !

     જ્યારે તેમનુ આ માહિતી સભર પ્રેઝંટેશન પુરૂ થયુ ત્યારે ત્યા ઉપસ્થિત એક ભારતીય શ્રોતા એ તેમેને જણાવ્યુ કે અહીં ભારત માં તો કોઇ ગાંધી ને માનતુ નથી તો જવાબ માં ડૉ. રશીદે જે જવાબ આપ્યો તે ખરેખર જો આપણા માં થોડી પણ કૃતધ્નતા ની ભાવના હોય તો એક ભારતીય તરીકે શરમ આવે તેવો છે. તેમણે કહ્યુ તમને ભલે ગાંધીજી ની ભારત માં જરૂર નહી હોય પણ આજે અફ્ઘાનિસ્તાન માં  તેમની ખૂબ જ જરૂર છે .

    છેલ્લે હિંદી ના કવિ અંચલ ની ગાંધીજી પર લખાયેલી થોડીક પંક્તિઓ યાદ આવી જાય છે:

    गीत तुम्हारे गाते गाते हम तुमको ही भूल गये,

    पूजा का पाषाण बनाकर हमने तुमको रख छोडा,

    मंदिर मे अगणित पथ्थर थे एक एधिक उनमे जोडा,

    मंदिर में तुमको ठहराकर हम पापों मे झुल गये,

    साथ तुम्हारे सत्य, अहिंसा के दो जीवनमूल गये,

     गीत तुम्हारे गाते गाते हम तुमको ही भूल गये  

     

     

    02 September

    તમે એને સામે મળ્યા હોત તો ???


     

    એક માણસ નું જીવન ઝેર થઈ ગયુ. આશા નું એક નાનકડુ એક કિરણ પણ ક્યાંય નજરે ચઢતુ ન હતુ. એને થયુ કે આ જીવન નો અંત લાવી દીધે જ હવે તો છૂટ્કારો છે. આમ વિચારી શહેર ની વચ્ચોવચ થી પસાર થતી રેલ્વે લાઈન પર જ્યારે ગાડી આવે ત્યારે તેની નીચે પડતુ મૂકવાનુ નક્કી કર્યુ . પણ કદાચ કોઈ દૈવી પ્રેરણા થી પ્રેરાઈ ને (કે માણસજાત ના સ્વભાવ  પર વિશ્વાસ રાખી ને !!) તેણે બીજો પણ એક સંકલ્પ કર્યો કે તેને રેલ્વે લાઈન જતાં જતાં  સામે મળે એ માણસો માં થી જો એક પણ અજાણ્યો માણસ એની સામે જોઈને એવુ સ્મિત કરે કે એનાથી એના અંતર મા થોડી હુંફ પ્રગટે તો તે મરવા નો વિચાર છોડી ને પાછો ઘરે ચાલ્યો જશે !!

    વાત વાંચી ને થોડી વિચિત્ર લાગી કેમ? પણ જરા વિચારજો......

          " જો કદાચ તમે જ એને રસ્તા માં સામે મળી ગયા હોત તો શું એને ઘરે પાછા ફરવાનું કારણ આપી શક્યા હોત ?? "

    [ આ વાત મારા ક્યાંક વાંચવા માં આવી હતી... કોણે લખી છે એ તો અત્યારે યાદ નથી પણ જેવી યાદ રહી તેવી તમારી સમક્ષ રજૂ કરી છે ..... પણ મિત્રો ફરી ફરી ને વિચારજો કે કદચ તમે જ એને સામે મળ્યા હોત તો શુ એને જીવવાનુ કારણ આપી શક્યા હોત ? મને તો આ પ્રશ્ને ખૂબ હેરાન કર્યો છે.... !! ]


    01 September

    हज़ारों ख्वाहिशें ऐसी

     


    आज मूड थोडा रोमांटिक और साथ साथ दर्द भरा भी है (बाहर बारिश जो हो रही है !! ), तो उसको बयां करने के लिये तो गालिब साहब से अच्छा तरीका कौनसा हो सकता है ? ये वैसे तो बहोत ही सुविख्यात गझल है... तो बहोतों को मालूम ही होगा और लगेगा की ईसमे नया क्या है , ये तो और भी कई ब्लाग्स पर है.... पर मै जो आपके सामने रखता हुं ईसमे मेरा उद्देश्य सिर्फ अपनी अंतरंग भावनाओ को प्रकट करना है... और जो मुझे पढने - सुनने में अच्छा लगे वो आपके साथ शेअर करना है ।  आदमी की पूरी उम्र ही ख्वाब संजोने और उसको पूरा करने में बीत जाती है लेकिन जब अपनी पूरी जिंदगी के अंत भाग में वो पहुचता है तब उसे ये मालूम होता है की "बहुत निकले मेरे अरमान लेकिन फिर भी कम निकले " । यहां पर कईं पंक्तियों मे तो गालिब ने आदमी की श्रध्धा पर और समाज के जड और शोषक नियमो पर कुठराघात किया है जैसे की वो कहेते है की उनकी आशिकी ने अब वो रंग पकडा है की अब तो शायद काबा पर से पर्दा उठाया गया तो भी उनको तो वहां खुदा की जगह पर अपना सनम ही दिखाई देगा ! तो ईस गझल में तो एक एक लब्ज दिल की दास्तां पेश करता है, मै तो ईसको एकसाथ कईं बार पढ - सुन सकता हुं , तो सोचा शायद आपको भी पसंद आयेगी...... ईस गझल को जगजीत सिंग की आवाज मे सुनने को यहां क्लिक करें......

     

    हज़ारों ख्वाहिशें ऐसी

     

    हज़ारों ख्वाहिशें ऐसी की हर ख्वाहिश पे दम निकले,

    बहुत निकले मेरे अरमान लेकिन फिर भी कम निकले ।

     

    निकलना खुल्द से आदम का सुनते आये हैं लेकिन,

    बहुत बेआबरू हो कर तेरे कूचे से हम निकले ।

     

    मुहब्बत में नही है फर्क जीने और मरने का,

    उसी को देख कर जीते हैं जिस काफिर पे दम निकले ।

     

    ख़ुदा के वास्ते पर्दा ना काबे से उठा ज़ालिम,

    कहीं ऐसा ना हो यां भी वही काफिर सनम निकले ।

     

    क़हाँ मैखाने का दरवाज़ा 'ग़ालिब' और कहाँ वाइज़,

    पर इतना जानते हैं कल वो जाता था के हम निकले।

     

    मिर्ज़ा असदुल्लाह खाँ 'ग़ालिब'





    29 August

    हम तो हैं परदेस में

     

    ये क्रुति हिन्दी के प्रख्यात रचनाकार राही मासूम रजा की कलम का चमत्कार है, शायद बहोत कम लोगो को पता होगा की उन्हो ने ही बी. आर. चोप्रा की धारावाहिक महाभारत के डाईलोग्स लिखे थे । ये कविता उन लोगो को ज्यादा पसंद आयेगी जो की परदेस मे रहेते हुए दोपहर  की  धूप मे भी अपने देश मे नीकले चांद को याद करते है । यहाँ पर की गई चांद की कीसी आंख के आंसु के कतरे की कल्पना अपने आप मे एक शायरी है । ये कविता आप जगजीत सिंह की सुंदर आवाज मे भी सुन सकते है ।  तो खास तौर पर परदेस मे बसे मेरे दोस्तो के लिये प्रस्तुत है ये रचना.......

     

    हम तो हैं परदेस में, देस में निकला होगा चांद
    अपनी रात की छत पर कितना तनहा होगा चांद

    जिन आँखों में काजल बनकर तैरी काली रात
    उन आँखों में आँसू का इक, कतरा होगा चांद

    रात ने ऐसा पेंच लगाया, टूटी हाथ से डोर
    आँगन वाले नीम में जाकर अटका होगा चांद

    चांद बिना हर दिन यूँ बीता, जैसे युग बीते
    मेरे बिना किस हाल में होगा, कैसा होगा चांद

    हम तो हैं परदेस में, देस में निकला होगा चांद
    अपनी रात की छत पर कितना तनहा होगा चांद

     

    - राही मासूम रज़ा

     



    28 August

    ભગવાન ની વેદના

     

    ભગવાન ની વેદના

     

    સદીઓ થી શેષ –શૈયા પર સુતેલો તું થાકી તો જતો હશે,

    તને પણ અમારી જેમ જીવવાનો કદિ અભરખો તો થતો હશે,

     

    દુ:ખો ની યે આદત પાડવાની અમારી આવડત(!) જોઇ,

    પીડા વિહોણી તારી જીંદગી પર તને અફસોસ તો થતો હશે.

     

    દૂધ નુ સપનુ ય જોતા ડરતા ગરીબો ને જોઈ ને,

    સામે બળતા ઘી ના દીવા ભેગો તું પણ બળતો  તો હશે !

     

    મંદિર બહાર સૂકા રોટલા ને ય ટળવળતા બાળકો ભેગો,

    તને ધરાવાયેલા છ્પ્પન ભોગો ને જોઇ ; તું ય ટળવળતો તો હશે .

     

    સામે ની હાટ માં ભીંજાતા લાચાર નિર્દોષ બાળપણ ને જોઈ, તારા

    શિખરબધ્ધ મંદિર ને સોના ના છત્તર નીચે તું પણ પલળતો તો હશે !

     

    તારા જ નામે, તને છેતરી, માણસ ને માણસ સાથે લડાવતા,તારા 

    ધાર્મિકો (!) ને જોઇ; તું  ”બેચ ફેઇલ” ગયા નો બળાપો તો કાઢતો હશે.

     

    આવા સંવેદનાવિહીન ને બુઠ્ઠા અમારા હૈયાઓ જોઇને જ ,

    કદાચ કળીયુગ માં જીવવાનો પ્રોગ્રામ તું માંડી વાળતો હશે !!

     

    - ચિંતન પટેલ





    26 August

    प्रयाण गीत

     

    ये एक शक्ति दायक प्रयाणगीत है, जब कोई वीर अपना ध्येय हांसिल करने को घर से चलता है तब जो उसका होंसला होता है वो बडा ही अनुपम होता है, तब ना उसे कोई पहाड रोक सकता है ना कोई खाई गिरा सकती है..... उनका होंसला बयान करती हुई कुछ और पंक्तियां याद आती है......


    तूफान और आंधी हमको न रोक पाये,

    वे और थे मुसाफिर जो पथ से लौट आये ।

    मरने के सब ईरादे जिने के काम आये,

    हम भी तो है तुम्हारे कहेने लगे पराये ॥


    यह तो शायद हम सब का अनुभव होगा की जब हमे अपनी सच्चाई पर बहोत ही विश्वास होता है और अगर किसी निर्णय पर अड जाये तो हमे सभी और से धिक्कार सहना पडता है और जब वक्त के चलते हमारा निर्णय ही सही साबित होता है तब वे ही लोग आपके आसपास पूंछ पटपटायेंगे ..... तो कहेने का मतलब ये है की अगर आप के पास दुनिया को देने के लिये कुछ हो तभी आपकी समाज मे कुछ पोझिशन है वरना तो फिर...... कोई आप्को पूछेगा तक नही, आपके अपने भी नही ।

    प्रयाण गीत

    वीर तुम बढ़े चलो! धीर तुम बढ़े चलो!

    हाथ में ध्वजा रहे बाल दल सजा रहे
    ध्वज कभी झुके नहीं दल कभी रुके नहीं
    वीर तुम बढ़े चलो! धीर तुम बढ़े चलो!

    सामने पहाड़ हो सिंह की दहाड़ हो
    तुम निडर डरो नहीं तुम निडर डटो वहीं
    वीर तुम बढ़े चलो! धीर तुम बढ़े चलो!

    प्रपात हो कि रात हो संग हो न साथ हो
    सूर्य से बढ़े चलो चंद्र से बढ़े चलो
    वीर, तुम बढ़े चलो धीर, तुम बढ़े चलो।

    एक ध्वज लिए हुए एक प्रण किए हुए
    मातृ भूमि के लिए पितृ भूमि के लिए
    वीर तुम बढ़े चला! धीर तुम बढ़े चलो!

    अन्न भूमि में भरा वारि भूमि में भरा
    यत्न कर निकाल लो रत्न भर निकाल लो
    वीर तुम बढ़े चलो! धीर तुम बढ़े चलो!

    - द्वारिका प्रसाद माहेश्वरी



    વિપત્તિમાં મારી રક્ષા કરો......

     

    કવિવર શ્રી રવિન્દ્ર્નાથ ટાગોર ની કલમે રચાયેલી આ હદ્યસ્પર્શી પ્રાર્થના છે, આ પ્રાર્થના સાંભાળી ને તો કદાચ પ્રભુ ને પણ એમ થઈ જાય કે વાહ ! શું શ્રધ્ધા છે આ જીવ ની ? આ પ્રાર્થના મા કવિ ના મન માં પ્રભુ પ્રત્યે અપાર શ્રધ્ધા ની સાથે સાથે એક ખુમારી પણ છે જે મુસિબત મા પ્રભુ ની પણ સીધી મદદ ની આશા નથી રાખતા, પણ પોતાના જ બળ પર આધાર રાખી ને તરી જવાની એક અનેરી વાત છે ! આખી કવિતા માં  પોતાના બળ પર આધાર રાખ્નાર કવિ અંત મા તો પ્રભુ ને  એ જ પ્રાર્થે છે કે સુખ માં પણ તમને ઓળખી શકુ અને દુખ ની ઘોર અંધારી રાત્રિ માં પણ પ્રભુ પર ની શ્રધ્ધા ડગી ન જાય એમ પ્રાર્થે છે, આ સાંભળી મને હિન્દી ના પ્રખ્યાત કવિ રામનરેશ ત્રિપાઠી ની એક પંક્તિ યાદ આવી જાય છે, दुख में न हार मानूँ, सुख में तुझे न भूलूँ। ऐसा प्रभाव भर दे, मेरे अधीर मन में॥ મને પાક્કુ તો ખબર નથી પણ કદાચ આ અનુવાદ આપણા શ્રી ઉમાશંકર જોશી એ કરેલો છે..... મને આ ખૂબ જ ગમ્યો તો આપની સમક્ષ મુકુ છુ......

     

    હે પ્રભો !

     

    હે પ્રભો !

    વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

    પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.

    દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

    મને સાંત્વના ન આપો તો ભલે,

    પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

    મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

    પણ મારું બળ તૂટી ન પડે.

    સંસારમાં મને નુકસાન થાય,

    કેવળ છેતરાવાનું જ મને મળે,

    તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

    મને તમે ઉગારો - એવી મારી પ્રાર્થના નથી,

    પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

    મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

    પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

    સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

    દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

    ત્યારે તમે તો છો જ -

    એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

     


    24 August

    A VERY GOOD ARTICLE.......

     

    કટોકટીને પહોંચી વળવાની દસ ચાવીઓ કઈ ?

     

    ‘જહાજ, ડૂબી રહ્યું છે કપ્તાન, આપનો શો આદેશ છે ?’ સહાયક કેપ્ટન પૂછે છે ! ‘‘સાગરને એનું કામ કરવા દો. આપણે આપણું કામ કરીએ. જહાજ ડૂબી રહ્યું છે, એની સાથે આપણા પ્રયાસ અને સંકલ્પને પણ ડૂબવા દઈએ, એ થોડું જરૂરી છે ? બચાવની કામગીરી વઘુ મજબૂત બનાવો.’’- કેપ્ટનનો આત્મવિશ્વાસ અડગ હતો.

    ‘‘અરે ! પણ આપણી મદદ આવા તોફાનમાં કોણ કરશે ?’’- સહાયક કેપ્ટનની શંકા.

    ‘‘જેણે તોફાન મોકલ્યું છે એ. જેને તોફાન સર્જતાં આવડે છે એને તોફાન શમાવતાં પણ આવડે છે ! શંકા શ્રદ્ધાને ગળી જાય તો માઠાં પરિણામો વગર નોંતરે આવે છે...તમામ સંપર્કો ચાલુ રાખો. પૂરી તાકાતથી સાવધાની રાખી સમસ્યા સાથે લડતા રહો. મોત પહેલાં મોતનો ભય સેવવો એ કાયરનું કામ છે. જાઓ....’’- કેપ્ટન પોતાની કામગીરીમાં પરોવાય છે.

    અને ચોતરફથી મદદ આવી પહોંચે એ પહેલાં જ જહાજ તોફાનમાંથી હેમખેમ ઉગરી ગયું !

    શંકા સાવકી માતા છે અને શ્રદ્ધા આપણી સગી માતા. તેમ છતાં માણસ સાવકી માતાના ખોળામાં બેસવા શા માટે પહેલ કરે છે એ પણ એક મનોવૈજ્ઞાનિક સમસ્યા જ કહેવાય. સમસ્યાઓનાં વાદળ ઘેરાય ત્યારે શંકાશીલ બનવા કરતાં શ્રદ્ધાશીલ રહેવું લાખ દરજ્જે સારૂં. આપણને ઈશ્વરના આશીર્વાદ ખપે છે, પણ મસ્તક નમાવવાનો અધિકાર આપણા હાથમાં રાખીએ છીએ. ઈશ્વરને અઘૂરૂં અર્પણ ગમતું નથી ! દૈવી શક્તિ આપણી અડખે-પડખે આપણો હાથ ઝાલવા તત્પર જ હોય છે. એની મદદની માત્રાનો આધાર આપણી શ્રદ્ધાના ઊંડાણ પર હોય છે.

    અહીં ‘પાવર ઑફ પોઝિટિવ થિંકિંગ’ (લેખક નોર્મન પીલ)માં વર્ણવાયેલા એક બિઝનેસમેનનો પ્રસંગ અણીને સમયે દેવીકૃપાની અનુભૂતિની દ્રષ્ટિએ યાદ રાખવા જેવો છે. બિઝનેસમાં એની હોંશિયારી અને ધંધાકીય કાબેલિયત ભારે, પણ મદ્યપાન એની મોટી કમજોરી. દારૂની લતમાંથી એ છૂટી શકતો નહોતો. સફળતા તેને મળતી હતી પણ દારૂની લત એનું કામ બગાડી નાખતી હતી.

    નોર્મલ પીલની ‘એ ગાઈડ ટુ કોન્ફિડેન્ટ’ પુસ્તક વાંચ્યા બાદ એ બિઝનેસમેનના મનમાં વિચાર આવ્યો કે જો પોતે ન્યૂયોર્ક પહોંચી જાય તો પોતાની સમસ્યાનું નિરાકરણ મળી જાય. એ ન્યૂયોર્ક તો પહોંચ્યો પણ અંધાઘૂંધ મદ્યપાનને લીધે બેહોશીની સ્થિતિમાં હતો. એક મિત્રે એને હોટેલમાં પહોંચાડી દીધો.

    હોંશમાં આવ્યા પછી હોટલના વેઈટરને એણે વિનંતી કરી કે પોતાને ટાઉન્સ હોસ્પિટલમાં જવું છે. ડૉ. સિલ્કવર્થના નેતૃત્વ હેઠળ આ સંસ્થા મદ્યપાનની લતમાં સપડાયેલાને મદદરૂપ થાય છે.

    પેલા વેઈટરે એ બિઝનેસમેનને હોસ્પિટલ તો પહોંચાડ્યો પણ એના ખિસ્સામાંથી ડૉલર કાઢી લીધા. ડૉ. સિલ્કવર્થે પૂરો રસ લઈ તેને સારવાર આપી. ડૉ. સિલ્કવર્થ કોઈ અગમ્ય શક્તિની પ્રેરણાથી જાણે કે તેની મદદ કરી રહ્યા હતા. એમણે કહ્યું ઃ ‘‘ચાર્લ્સ, મને લાગે છે કે તમારે માટે હું જે કાંઈ કરી શકું તેમ હતો, મેં કર્યું છે. મને લાગે છે કે તમે (માનસિક રીતે) સ્વસ્થ થઈ ચૂક્યા છો.’’

    ચાર્લ્સ હૉસ્પિટલનાં પગથિયાં ઉતર્યો અને એની ઇચ્છા માર્બલ કોલેજિયેટ ચર્ચે જવાની થઈ. ચર્ચના દરવાજે પહોંચ્યો, ત્યારે ચર્ચનો દરવાજો બંધ હતો. એની ઇચ્છા હતી કે ચર્ચમાં પહોંચી પોતે પ્રાર્થના કરી હળવાશ અનુભવશે. પણ અફસોસ એ વાતનો હતો કે ચર્ચ ખુલ્લું નહોતું.

    અને એકાએક એના મનમાં વિચાર સ્ફૂર્યો....એણે પોતાના ખિસ્સામાંથી પોતાનું બિઝનેસકાર્ડ કાઢ્યું...અને ચર્ચના દ્વારની ટપાલપેટીમાં તે કાર્ડ નાખી દીઘું.

    એને તે જ ક્ષણે કોઈ દિવ્ય અનુભૂતિ થઈ. તેણે ચર્ચના દરવાજે મસ્તક ટેકવી નમન કર્યું અને નાના બાળકની જેમ તે મન મૂકીને રડ્યો. તેને લાગ્યું કે પોતાનામાં કોઈ અજ્ઞાત કારણસર જબરદસ્ત પરિવર્તન થઈ રહ્યું છે, અને ત્યાર બાદ એ બિઝનેસમેન ચાર્લ્સે પાછું વાળીને દારૂ પ્રત્યે નજર સુદ્ધાં કરી નહોતી. તે સંપૂર્ણપણે નશામુક્ત થઈ ગયો હતો.

    જિંદગી છે એટલે સમસ્યાઓ તો આવવાની જ. એને આવતી રોકવાનું આપણા હાથમાં નથી પણ સમસ્યાઓની સામે ઢાલ બનીને અડીખમ ઉભા રહેવાનું તો આપણા હાથમાં છે. સમસ્યાઓ સામે લડવાની રેડીમેઈડ ફોર્મ્યૂલાઓ મળતી નથી. હા, એ માટેનું માર્ગદર્શન આપણને પ્રાપ્ત થાય એવી અનુભવવાણી મદદરૂપ થઈ શકે. પ્રાર્થના અને આઘ્યાત્મિક શક્તિ આપણને સ્ફૂર્તિવંત રાખી શકે. સમસ્યાઓ અને કટોકટીની ક્ષણોને તમે જો સુપેરે નિયંત્રિત કરી શકો તો તેમાંથી ભવ્ય વિજયનો માર્ગ સ્વતઃ તૈયાર થવા માંડશે. દિમાગની સર્જનાત્મક શક્તિ આપણી રાહ જોઈને બેઠી હોય છે કે આપણે અનિર્ણયાત્મકતાનાં વાદળ વિખેરીને પૂરી તાકાત અને સંકલ્પશક્તિથી કાર્યરત બનીએ. માણસને વાદળો સર્જતાં આવડે છે, પણ એમને વિખેરતાં નથી આવડતું ! પરિણામે વાદળો વિખેરાવાને બદલે માણસને વેરવિખેર કરીને ચાલતાં થાય છે. ગમતાનો જ ગુલાલ નહીં, પણ વણગમતાનો ગુલાલ કરવાની આવડત એ પણ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે.

    કટોકટીપૂર્ણ કે સમસ્યાભરી પરિસ્થિતિને દૂર હડસેલી મૂકવાની કોઈ ચાવી ખરી ? વૉલી એમસ (મેન વીથ નો નેઈમનો લેખક) એ માટેની દસ ચાવીઓ સૂચવે છે.જેને સંક્ષેપમાં આ રીતે સમજી શકાય ઃ-

     

    ૧. મહેરબાની કરી તમે પોતે સમસ્યાનો એક ભાગ બની જશો નહીં.

    ૨. તમારી પરિસ્થિતિની વાસ્તવિકતાની નોંધ લઈ તેનો સ્વીકાર કરો.

    ૩. તમારા પોતાના માટે નવી (આશાભરી) જિંદગીના નિર્માણ પરત્વે પ્રતિબદ્ધ રહો.

    ૪. દરેક અનુભવમાંથી કશોક બોધપાઠ લેવાની કોશિશ કરો.

    ૫. સમસ્યાઓ પ્રત્યે માનસિક સકારાત્મક અભિગમ અપનાવવાનું ચાલુ રાખો.

    ૬. તમારી શ્રદ્ધાના દીપકને પ્રજવલિત રાખો.

    ૭. હંમેશાં વર્તમાનમાં જીવવાનો સભાનપૂર્ણ પ્રયત્ન કરો.

    ૮. તમારી ઉત્સાહવૃત્તિને જીવંત અને સક્રિય રાખો.

    ૯. નિઃસ્વાર્થ સેવાકીય કાર્યોમાં પણ વ્યસ્ત રહો.

    ૧૦. સદાય જવાબદાર, નેક અને વફાદાર રહેવાનું ઘ્યેય નજર સમક્ષ રાખો.

     

    આનો અર્થ એ નથી કે માત્ર આ અને આ જ સિઘ્ધાંતો સમસ્યાઓની સામે ઝઝૂમવા માટે અનિવાર્ય છે.

    જિંદગી આખરે શું છે ? આત્મસંતોષની સતત શોધ. આત્મસંતોષનો આધાર કાર્ય અને જવાબદારી પ્રત્યેની સન્નિષ્ઠામાં રહેલો છે. દુઃખ જોરદાર હોય છે, પણ દુઃખનેય ભારે પડે એવું જોરાવર વ્યક્તિત્વ વિકસાવવા માટે તો આપણે આ ધરતી પર આવ્યા છીએ. જેનામાં અગનખેલ સામે અણનમ રહેવાની તાકાત ન હોય એણે આ ધરતીના માણસ તરીકે પોતાને અવતાર ન પ્રદાન કરવાની પરમ શક્તિને વિનંતી કરવી જોઈએ. આફતો દુર્જન નહીં પણ સજ્જન ડાકુઓ છે. એ લૂંટી જશે, એના કરતાં બમણું આપતા પણ જશે.

    ‘હેન્રી ડેવિડ થૉરો’ના વિચારોનો એક પ્રેરક અંશ ‘ઝરૂખે દીવા’માં સંકલિત છે. તદનુસાર થૉરો કહે છે ઃ ‘‘હું જે છું અને મારી પાસે જે છે તે માટે હું કૃતજ્ઞ છું. મારી આભારની આ લાગણી સદાય રહે છે. એ ખરેખર આશ્ચર્યજનક છે કે માણસ પાસે ચોક્કસપણે કશું ન હોય, કેવળ અસ્તિત્વનું ભાન હોય, તેનાથી પણ તે સંતુષ્ટ રહી શકે છે ! મારો શ્વાસ મને મઘુર લાગે છે. મારી અસ્પષ્ટ, અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરૂં છું ત્યારે મને કેટલું હસવું આવે છે ! કારણ કે મારી માલમિલકત નહીં,પણ મારો આનંદ એ જ મારી દોલત છે.'

    (સાભાર : ગુજરાત સમાચાર, રવિપૂર્તિ 24 મી ઓગષ્ટ.)





    हे प्रभु ! आनंद दाता !!

     

    संत श्री आशाराम बापूजी के प्रवचन मे सुनने में आई हुई ये एक अति सुंदर प्रार्थना है....... जो की शायद आज के युग में हम सभों के लिये बहोत ही जरूरी है । ये आजकल जो भी बाते है वो तो सरकार या न्यायालय फैसला करेंगी की सही है या गलत लेकिन मै तो अपने अनुभव को ही  सच्चा मानता हुं , और मेरा अनुभव ये है की मुझे तो अभी भी उनके प्रवचनों से , वचनों से खूब शांति मीलती है , जीवन जीने की शक्ति मिलती है, मार्गर्शनमिलता है...... तो मेरा सच तो यही है जो मेरा अनुभव है । और फीर अपना आर्षग्रंथ ऋगवेद कहता है की  " आ नो भद्रा क्रतवो यंतु विश्वा..... " यानिकी सारे विश्व मे से अच्छे अच्छे विचार हमको आ मिले, और फिर कीसी अच्छे विचार को सिर्फ ईसीलिये त्याग देना की वो  कीसी  एक  व्यक्ति का है जो शायद हमको पसंद नही, ये बात भी तो गलत है.......... मुझे तो ये दिमाग की संकुचितता लगती है । तो मुझे तो यह प्रार्थना विश्वशांति की लगी तो मैने रखदी, अब अपना अनुभव आप पर न थोपते हुए आपके अनुभव पर छोडता हुं.......... अगर  आप पूज्य बापूजी के मुख से ईसे सुनना चाहते है वे यहां  क्लिक करें......


    हे प्रभु !आनंद दाता !!

     

    हे प्रभु ! आनंद दाता !! ज्ञान हमको दीजिये |

    शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिये ||

    हे प्रभु…


    लीजिये हमको शरण में हम सदाचारी बनें |

    ब्रह्मचारी धर्मरक्षक वीर व्रतधारी बनें ||

    हे प्रभु…


    निंदा किसीकी हम किसीसे भूल कर भी न करें |

    ईर्ष्या कभी भी हम किसीसे भूल कर भी न करें ||

    हे प्रभु …


    सत्य बोलें झूठ त्यागें मेल आपस में करें |

    दिव्य जीवन हो हमारा यश तेरा गाया करें ||

    हे प्रभु …


    जाये हमारी आयु हे प्रभु ! लोक के उपकार में |

    हाथ ड़ालें हम कभी न भूलकर अपकार में ||

    हे प्रभु …


    कीजिये हम पर कृपा ऐसी हे परमात्मा !

    मोह मद मत्सर रहित होवे हमारी आत्मा ||

    हे प्रभु …


    प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें |

    प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें ||

    हे प्रभु…


    योगविद्या ब्रह्मविद्या हो अधिक प्यारी हमें |

    ब्रह्मनिष्ठा प्राप्त करके सर्वहितकारी बनें ||

    हे प्रभु…

     

    The english translation of this beautiful bhajan i found from www.hariomgroup.net, so i thought those who can be more comfortable with english then hindi can find this translation more useful so, i brought this from that website with thanks. 

     

      O Lord, O Giver of Bliss!

     

    O Lord, O Giver of Bliss!

    Bless us with knowledge.

    Deliver us from all vices quickly

    O Lord, O Giver of Bliss…

    Please give us your benign shelter

    So that we become virtuous!

    May we observe Brahmacharya, protect dharma,

    Be heroic and firm in our vows.

    O Lord, O Giver of Bliss…

    May we never utter, even in dream, a slander against anybody.

    May we never be jealous, even in dream of anybody.

    O Lord, O Giver of Bliss…

    May we speak truth, never tell a lie, and develop fraternity,

    May we have life divine, and sing thy praises.

    O Lord, O Giver of Bliss…

    May we spend life doing philanthropic activities,

    May we never indulge in misanthropic activities.

    O Lord, O Giver of Bliss…

    May such be thy grace upon us O Lord!

    May our souls be free from delusion, conceit and jealousy.

    O Lord, O Giver of Bliss…

    May we affectionately serve elders always,

    May we affectionately serve our pious culture.

    O Lord, O Giver of Bliss…

    May we be more inclined towards attaining yoga and self knowledge

    May we attain steadfastness in the Self, and become benevolent to all.

    O Lord, O Giver of Bliss…









    जब घर की चौखट......

    ईस सुंदर कविता को मैने एक पुरानी धारावाहिक ' उपन्यास ' में सुना था , जिसमे ईसको एक क्रांतिकारी कवि के मुख मे रखा गया है मुझे ये बहोत खूब लगी तो आप लोगों के साथ शेअर करने का मन कीया तो यहां रख रहा हुं ...... ये बहुत ही सुंदर धारावहिक थी जो आज भी राजश्री  की वेबसाईट पर देखी जा सकती है...... प्रथम तीन पंक्तियों से प्रभावित होकर मैने इस में अंतिम दो पंक्तियां खुद की तरफ से  मिलाई  है..... आशा है की वो भी आपको पसंद आयेगी........

     

    जब घर की चौखट लांघ चले, तब छांव का बोझा ढोना क्या ?
    जब छोड चले मां की गोदी, तब तकीया और बीछौना क्या ?


    जब अंधियारे का हाथ ग्रहा, तब क्या दीपक और क्या बाती ?
    जब अपने को खुद ही डूबो चूके, तब लूटिया और डूबोना क्या ?


     जो खुद ही मौत बुलाता हो, फिर उसके लिये रोना क्या ?
    जो अंकुर बनकर खुद उगता, उसके लिये बोलो बोना क्या ?


    जो पक्का ईरादा है दिल में , तब मुड के पीछे देखना क्या ?
    जब सबका बनने सबको छोडा, तब अपना पराया रखना क्या ?


    दिल दिलबर का  था  दे दिया, अब उसके लिये पछ्तावा क्या ?
    गर छोडना है कुछ भीतर छोड, यूं बाहर का दीखावा क्या ?












    22 August

    નથી હોતી !

    નથી હોતી !


    દુખી થવું તો અધિક્રુત હક છે મનુષ્યો નો,

    ઇશ્વર ને આવી લક્ઝરી નથી હોતી !


    દર્દ ભરી ક્ષણ  શ્રેષ્ઠ્તમ હિસ્સો છે જીવન નો,

    માત્ર સુખ થી લદાયેલા જીવનમાં એ ખુમારી નથી હોતી.


    મજા હોય છે જેવી સંઘર્ષ ના સૂકા રોટલા માં ; પ્રભુ !

    ધરી દેવાયેલા છપ્પન ભોગ માં એવી કરારી નથી હોતી .


    માત્ર સુખ ની વાંછના ; નિશાની છે કાયરો ની,

    બહાદુરો ને તો આવી બીમારી નથી હોતી !


    દરરોજ માંગવુ ને મળી જાય ; એ સ્થિતિ જ મોત છે,

    આવી પડેલુ જીવી લેવાની દશા , આટલી ગોઝારી નથી હોતી !


    -         ચિંતન પટેલ